Kutch : મિત્ર દેશ ભારતની વહારે, સાઉદી અરબથી મુન્દ્રા અદાણી બંદરે 60 ટન ઓક્સિજનનો જથ્થો પહોંચ્યો

|

Apr 30, 2021 | 7:41 PM

Kutch : કોરોના મહામારી ભારતમાં ઝડપથી વધી રહી છે જોકે ભારતમાં મિત્ર દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. અને ભારતમાં ઓક્સીજનની અછત વચ્ચે ભારતને મદદ કરી રહ્યા છે.

Kutch : મિત્ર દેશ ભારતની વહારે, સાઉદી અરબથી મુન્દ્રા અદાણી બંદરે 60 ટન ઓક્સિજનનો જથ્થો પહોંચ્યો
ઓક્સિજન કન્ટેનર

Follow us on

Kutch : કોરોના મહામારી ભારતમાં ઝડપથી વધી રહી છે જોકે ભારતમાં મિત્ર દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. અને ભારતમાં ઓક્સીજનની અછત વચ્ચે ભારતને મદદ કરી રહ્યા છે. ત્યારે ભારતમાં અગ્રણી ઉદ્યોગગૃહો પણ પોતાની સામાજીક જવાબદારી માટે આગળ આવી રહ્યા છે. આજે સાઉદી અરબથી 60 જથ્થો કચ્છના મુન્દ્રા બંદરે પહોચ્યો હતો.

ભારતમાં હાલ કોરોના મહામારી એની ચરમસીમા પર છે અને સંક્રમણ વધી રહ્યું છે, સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓની સેવામાં દિવસ રાત કાર્યરત છે. કોરોના ક્રિટિકલ કેસોની સારવારમાં ઓક્સિજન એક મહત્વનું પાસું બની ગયું છે. ભારતમાં દરેક રાજ્યોને પુરતા પ્રમાણમાં ઓક્સીજન મળી રહે તે માટે કેન્દ્ર સરકારે સ્પેશિયલ ઓક્સીજન ટ્રેનો દોડાવી રહી છે જેને ગ્રીન કોરિડોર આપવામાં આવી રહ્યો છે.

એક જવાબદાર ઔદ્યોગીક જુથ તરીકે અદાણી ગ્રુપ વિશ્વભરમાંથી ભારત માટે આ કપરા સમયમાં ઓક્સિજન સપ્લાય સુરક્ષિત કરવાના મિશન પર છે. જેના ભાગરૂપે સફળતાપૂર્વક 60 ટન પ્રવાહી ઓક્સિજનવાળી 3 આઇએસઓ ક્રેઓજેનિક ટેન્કનું આ પ્રથમ શિપમેન્ટ હવે સાઉદી અરેબિયાના દમ્મામથી મુન્દ્રા, ગુજરાત ખાતે ઉતારવામાં આવ્યુ હતુ. તો આ ઉપરાંત અન્ય દેશોમાંથી ઓક્સિજન મેળવવા માટે અદાણી જુથ મદદ કરી રહ્યુ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દુબઈથી અદાણી ગ્રૂપ દ્વારા પ્રવાહી ઓક્સિજનના વધુ 12 ક્રિઓજેનિક મેડિકલ ગ્રેડ ઓક્સિજન ટેન્ક મેળવવામાં પણ દુબઈની સરકાર અને ભારતીય વાયુસેના સાથે અદાણી જુથે સહયોગ કર્યો છે. થાઈલેન્ડથી અદાણી ગ્રુપ દ્વારા 7 વધુ ક્રિઓજેનિક મેડિકલ ગ્રેડ ઓક્સિજન ટાંકીઓ ભારત માટે માંગવામાં આવી રહી છે. તેમાંથી 4 આજે બેંગકોકથી ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા ઉતારવામાં આવશે. ક્રિઓજેનિક ઓક્સિજન ટાંકી ખૂબ જ ઉપયોગી છે. કારણ કે ગેસના સ્વરૂપ કરતાં પ્રવાહી સ્વરૂપ ઓક્સિજન વધુ માત્રમાં પરિવહન કરી શકાય છે. તેવુ અદાણી ગ્રુપે મોકલેલી સત્તાવાર યાદીમા જણાવ્યુ હતુ.

Next Article