કોલંબોથી પ્રથમ ફ્લાઇટ કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થશે લેન્ડ, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

|

Oct 19, 2021 | 10:15 AM

શ્રીલંકાના 125 મહાનુભાવો અને બૌદ્ધ ભિક્ષુઓને લઈને એક વિમાન કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Kushinagar International Airport) પર લેન્ડ કરશે. આ નવા એરપોર્ટ પર ઉતરનાર આ પ્રથમ વિમાન હશે.

કોલંબોથી પ્રથમ ફ્લાઇટ કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થશે લેન્ડ, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન
Kushinagar International Airport

Follow us on

ઉત્તર પ્રદેશના લોકોને બીજી મોટી ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi) કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ (Kushinagar International Airport) પર પ્રથમ ફ્લાઇટ શ્રીલંકાની રાજધાની કોલંબોથી આવશે. આ ફ્લાઈટમાં 125 મહાનુભાવો અને બૌદ્ધ સાધુઓ હશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માહિતી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબર 2021 ના ​​રોજ ઉત્તર પ્રદેશના કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ ઉત્તર પ્રદેશમાં એર કનેકટીવીનો વધારો કરશે.

ઉદ્ઘાટન સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ,(Anandiben Patel) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) હાજર રહેશે. આંતરરાષ્ટ્રીય વિમાનમથક આ અઠવાડિયે કાર્યરત થઈ જશે અને ભારતમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ યાત્રાળુઓની હવાઈ મુસાફરીની જરૂરિયાતો પૂરી કરશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પ્રથમ ઉદ્ઘાટન ફ્લાઇટ 125 મહાનુભાવો અને બૌદ્ધ સાધુઓને લઈને કોલંબો શ્રીલંકા એરપોર્ટ પર ઉતરશે. આ રીતે વિશ્વભરના બૌદ્ધ સમુદાયના લોકોની ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્થળ સુધીની યાત્રા સરળ બનશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાજ્ય સરકાર સાથે મળીને અંદાજે 260 કરોડના ખર્ચે 3600 ચોરસમીટરમાં ફેલાયેલું નવું ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે. આ સાથે કુશીનગર એરપોર્ટને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી અનુસાર, નવું ટર્મિનલ પીક અવર્સ દરમિયાન 300 મુસાફરોને સંભાળી શકે છે.

કુશીનગર આંતરરાષ્ટ્રીય બૌદ્ધ યાત્રાધામ છે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. તે બૌદ્ધ સર્કિટનું કેન્દ્રબિંદુ પણ છે. જેમાં લુમ્બિની, સારનાથ અને ગયાના તીર્થસ્થળોનો સમાવેશ થાય છે.

કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. હવે એરબસ જેવું મોટું પ્લેન  પણ લેન્ડ થઇ શકશે. થાઇલેન્ડ, મલેશિયા, વિયેતનામ, સિંગાપોર, શ્રીલંકા અને અન્ય ઘણા નજીકના દેશો જેવા દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાંથી લોકો બૌદ્ધ સર્કિટની મુલાકાત લેવા આવે છે. સરકારના આ નિર્ણયથી વિશ્વભરના લોકોને બૌદ્ધ સર્કિટની મુલાકાત લેવાની સુવિધા મળશે.

નોંધનીય છે કે, ગત વર્ષે  કેન્દ્રીય કેબિનેટે કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સુવિધાનો દરજ્જો આપવાની મંજૂરી આપી હતી. કેબિનેટે કહ્યું હતું કે તેનાથી મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થળ પર પરિવહન સુવિધાઓ સુધરશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કર્યા પછી તે રાજ્યનું ત્રીજું આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સર્વિસ એરપોર્ટ બનશે.

આ પણ વાંચો : ભારતે ચીની સરહદ પર સર્વેલન્સ વધાર્યું, હલચલમાં આવ્યું ડ્રેગન, ઇઝરાયલી હેરોન ડ્રોન બન્યું સેનાની ‘આંખ’

આ પણ વાંચો : જમ્મુમાં આતંકી હુમલાની દહેશત બાદ તંત્ર એલર્ટ પર, આર્મી ચીફે કહ્યું કે, પૂંછ એન્કાઉન્ટર મામલે આતંકવાદીઓની સઘન શોધ શરૂ

Published On - 9:40 am, Tue, 19 October 21

Next Article