ભારત ડાયનેમિક્સ લિમિટેડે (Bharat Dynamics Limited) બુધવારે ભારતીય સેના માટે કોંકર્સ-એમ (Konkurs–M) એન્ટી ટેન્ક મિસાઈલોના ઉત્પાદન અને પુરવઠા માટે 3131.82 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આ મિસાઈલ 3 વર્ષ બાદ ભારતીય સેનામાં સામેલ થશે. એક અખબારી યાદીમાં જણાવાયું છે કે BDL રૂપિયા 11,400 કરોડની ઓર્ડર બુક પોઝિશન ધરાવે છે, જેમાં કોંકર્સ-એમ કોન્ટ્રાક્ટનો સમાવેશ થાય છે.
ભારત ડાયનામિક્સ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર કોમોડોર સિદ્ધાર્થ મિશ્રા (સેવાનિવૃત)એ કહ્યું કે કોંકર્સ-એમનું નિર્માણ બીડીએલ દ્વારા એક રશિયન OEMની સાથે લાયસન્સ કરાર હેઠળ કરવામાં આવી રહ્યું છે. મિસાઈલને મહત્તમ હદ સુધી સ્વદેશી બનાવવામાં આવી છે. BDL મૈત્રીપૂર્ણ દેશોમાં નિકાસ કરવા માટે Konkers-M મિસાઈલોની પણ ઓફર કરે છે.
Defence PSU Bharat Dynamics Limited today signed a contract worth Rs 3131.82 crores for the manufacture and supply of Konkurs anti-tank missiles for the Indian Army: Bharat Dynamics Limited (BDL) pic.twitter.com/3jTI24G1Hg
— ANI (@ANI) February 2, 2022
BDLએ કોંકર્સ-એમની ઘરેલુ અને વિદેશી માંગ પૂરી કરવા માટે પોતાની ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો છે. પોતાની વૈશ્વિક પહોંચને કારણે તે નિકાસ માટે કોંકર્સ-એમ ઉપરાંત મેન પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઈડેડ મિસાઈલ, નાગ, મિલાન-2T અને અમોઘાનું ઉત્પાદન કરે છે.
Konkurs-M એ બીજી પેઢીની મિકેનાઈઝ્ડ ઈન્ફન્ટ્રી એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ છે, જે વિસ્ફોટક પદાર્થથી સજ્જ બખ્તરવાળા વાહનને નષ્ટ કરવા માટે સક્ષમ છે. મિસાઈલને BMP-II ટેન્ક અથવા ગ્રાઉન્ડ લોન્ચરથી લોન્ચ કરી શકાય છે. તે 75થી 4000 મીટરની રેન્જ ધરાવે છે અને ફ્લાઈટનો સમય 19 સેકન્ડનો છે.
ભારત ડાયનામિક્સ લિમિટેડની સ્થાપના 16 જુલાઈ 1970ના રોજ એક સાર્વજનિક ઉપક્રમ તરીકે ભારત સરકારના રક્ષા મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. તેની સ્થાપના ભારતીય સશસ્ત્ર દળો માટે પ્રોપેલ્ડ મિસાઈલ પ્રણાલી અને સંલગ્ન સંરક્ષણ સાધનોના ઉત્પાદન માટે બેઝ-બેક તૈયાર કરવાના હેતુથી કરવામાં આવી હતી. તેની શરૂઆતથી BDL, DRDO અને ફોરેન ઓરિજિનલ મેન્યુફેક્ચરર્સ (OEMs) સાથે મળીને ત્રણેય સેનાઓ માટે વિવિધ પ્રકારની મિસાઈલો અને સંલગ્ન સાધનોનું ઉત્પાદન કરે છે.