રસીકરણને લઈ ભારતની આલોચના કરનારાઓને ગૌતમ અદાણીએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું?

|

Jul 12, 2021 | 9:37 PM

ગૌતમ અદાણીએ કહ્યું સમગ્ર દુનિયામાંથી લિક્વિડ મેડિકલ ઓક્સિજન, ક્રાયોજેનિક ટેન્ક અને  ઓક્સિજન સિલિન્ડ જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ મેળવી. પરંતુ અમારુ યોગદાન ભારતીય વાયુસેનાની અમારી મહિલાઓ અને પુરુષો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સામે ખૂબ જ નાનુ છે.

રસીકરણને લઈ ભારતની આલોચના કરનારાઓને ગૌતમ અદાણીએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું?
Gautam Adani (chairman and founder of the Adani Group)

Follow us on

અદાણી ગ્રુપની (Adani Group) એજીએમમાં ચેયરમેન ગૌતમ અદાણીએ (Gautam Adani) કહ્યું કે રસીકરણને લઈ ભારતની ઘણી આલોચના થઈ છે. પરંતુ આપણે જોવુ જોઈએ કે ભારતની વસ્તી વધારે છે અન્ય દેશોની તુલનામાં ભારત સામે પડકાર બહુ મોટો છે. આપણા પ્રયાસ 87  દેશોના સંયુક્ત પ્રયાસ કરતા મોટા હોવા જોઈએ.

 

પરંતુ તથ્ય એ છે કે વિશ્વભરમાં 320 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી  35 કરોડ ડોઝ ભારતમાં અપાયા છે. સાથે જ તેમણે કહ્યું કે આલોચના ઉચિત છે પણ આપણે કોઈ એવી વાતથી પ્રેરિત ન થવુ જોઈએ જે આપણા દેશનું મનોબળ તોડે. આવી વાતો અસાધારણ બલિદાન આપનારા ફ્રન્ટ લાઈન વકર્સનું મનોબળ તોડે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

પૈસા ક્યારેય પણ સામાન્ય લોકોના નિ:સ્વાર્થ સેવાની તુલના ન કરી શકે 

આ સાથે જ ગૌતમ અદાણીએ કહ્યું તે સમગ્ર દુનિયામાંથી લિક્વિડ મેડિકલ ઓક્સિજન, ક્રાયોજેનિક ટેન્ક અને  ઓક્સિજન સિલિન્ડર જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ મેળવી. પરંતુ અમારુ યોગદાન ભારતીય વાયુસેનાની અમારી મહિલાઓ અને પુરુષો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સામે ખૂબ જ નાનુ છે.

 

જેમણે જરુરી વસ્તુઓ લાવવા માટે દિવસ-રાત નજીકની જગ્યાથી લઈ દૂર-દૂર સુધી ઉડાનો ભરી. આ સિવાય તેમણે જણાવ્યું કે અમે યોગદાન થકી પીએમ કેયર્સ ફંડને પણ પ્રોત્સાહન આપ્યુ છે. પરંતુ પૈસા ક્યારે પણ સામાન્ય લોકોની વ્યક્તિગત નિસ્વાર્થ સેવાની તુલના ન કરી શકે.

 

ડૉક્ટર્સ અને નર્સની તુલનામાં કંઈ નથી કર્યુ 

આ સાથે જ તેમણે જણાવ્યુ કે રેલ, વાયુ અને જળ માર્ગ થકી અલગ અલગ માર્ગ થકી લોજિસ્ટિક મદદ પ્રદાન કરી છે. પરંતુ ડૉક્ટર્સ અને નર્સની તુલનામાં તે કંઈ નથી, ઉપરાંત અમદાવાદ સ્થિત અદાણી સ્કૂલને કેયર સેન્ટર્સમાં રુપાંતરિત કરવાની વાત પણ ગૌતમ અદાણી દ્વારા કરવામાં આવી.

 

આ પણ વાંચો: ભરૂચ નજીક રહેતી ટ્રાફિક સમસ્યા ભુતકાળ બનશે , દક્ષિણ અને મધ્ય ગુજરાતને જોડતા NARMADA MAIYA BRIDGE નું નીતિન પટેલન હસ્તે લોકાર્પણ કરાયું

 

આ પણ વાંચો: કોરોના વ્યવસ્થાપન પર ઓસ્ટ્રેલિયન સાંસદે કર્યા સીએમ યોગીના વખાણ, કહ્યું કોઇ રસ્તો હોય તો સીએમ અમને આપો

Published On - 8:28 pm, Mon, 12 July 21

Next Article