જાણો લોકસભા ચૂંટણી માટે કોણ હતા રાહુલ ગાંધીના સલાહકાર અને રણનીતિકાર

|

May 24, 2019 | 5:22 AM

લોકસભા ચૂંટણીના પરિણામો લોકોની સામે આવી ગયા છે. એગ્ઝિટ પોલ જે રીતે NDAને બહુમતી આપી હતી, તેનાથી વધુ ભાજપ અને NDAએ બહુમતી મેળવી છે. વિપક્ષના બધા જ દાવા ખોટા સાબિત થયા છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ લોકસભા સીટથી જીત્યા છે પણ અમેઠીમાં હારી ગયા છે. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની ‘ચોકીદારી’ પર પ્રશ્ન કર્યા, […]

જાણો લોકસભા ચૂંટણી માટે કોણ હતા રાહુલ ગાંધીના સલાહકાર અને રણનીતિકાર

Follow us on

લોકસભા ચૂંટણીના પરિણામો લોકોની સામે આવી ગયા છે. એગ્ઝિટ પોલ જે રીતે NDAને બહુમતી આપી હતી, તેનાથી વધુ ભાજપ અને NDAએ બહુમતી મેળવી છે. વિપક્ષના બધા જ દાવા ખોટા સાબિત થયા છે.

ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ લોકસભા સીટથી જીત્યા છે પણ અમેઠીમાં હારી ગયા છે. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની ‘ચોકીદારી’ પર પ્રશ્ન કર્યા, 72 હજાર રૂપિયા આપવાનો વાયદો પણ કર્યો પણ તેનાથી જનતાને આકર્ષણ અપાવી શક્યા નહીં. ચૂંટણીની તૈયારીઓ અને પ્રચારને લઈને રાહુલ ગાંધીએ સલાહકારો અને રણનીતિકારોની ટીમ બનાવી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

TV9 Gujarati

 

તે ટીમમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ, આનંદ શર્મા અને પ્રવીણ ચક્રવર્તી હતા. પૂર્વ નાણામંત્રી કોંગ્રેસના ઘોષણાપત્ર કમેટીના ચેરમેન હતા. આ કામમાં તેમની મદદ રાજીવ ગૌડાએ કરી હતી. ગરીબોને વર્ષના 72 હજાર રૂપિયાની યોજના ચિદમ્બરમે તૈયાર કરી હતી.

કોંગ્રેસના પ્રચાર ટીમના ચેરમેન આનંદ શર્મા હતા. પવન ખેડા પણ આ ટીમમાં મુખ્ય ભૂમિકામાં રહ્યાં હતા. પાર્ટીએ આકર્ષક અને સારા પ્રચાર માટે પ્લાન તૈયાર કર્યા પણ પ્રચાર અભિયાનની શરૂઆત પ્રથમ તબક્કાના મતદાનથી સારી થઈ હતી.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ વિચાર્યુ નહી હોય તેટલી મોટી કોંગ્રેસની હાર, અડધા દેશમાં કોંગ્રેસને મળ્યો ‘ઝીરો’

પાર્ટી માટે આંકડા મેળવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે. આંકડાની મદદથી પાર્ટી શું રણનીતિ બનાવે તેની જાણકારી આપતા હતા. તે સિવાય રાહુલ ગાંધીની ટીમમાં રણનીતિકાર અને મુખ્ય નિર્ણયોમાં ભૂમિકા ભજવતા એહમદ પટેલ, અશોક ગેહલોત, કેસી વેણુગોપાલ, ગુલામનબી આઝાદ, સામ પિત્રોડા, રણદીપ સુરજેવાલા સામેલ રહ્યાં હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article