જાણો નીરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત દેશના પાંચ ભાગેડુ અંગે, જેમણે કર્યા છે કરોડોના કૌભાંડ

|

May 28, 2021 | 5:18 PM

નીરવ મોદી (Nirav Modi )  એ એક માત્ર ઉદ્યોગપતિ નથી જેમણે બેંક અને સરકારને ચૂનો લગાવીને કાયદેસર કાર્યવાહીથી બચવા માટે દેશ છોડી દીધો છે. આજે અમે તમને એવા પાંચ ભાગેડુ(Fugative) ઓ વિષે જણાવી રહ્યાં છે જેમણે કૌભાંડ કર્યું છે અને કાર્યવાહી ટાળવા દેશ છોડી દીધો છે. જેમને સરકારે ભાગેડુ પણ જાહેર કરી દીધા છે.

જાણો નીરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત દેશના પાંચ ભાગેડુ અંગે, જેમણે કર્યા છે કરોડોના કૌભાંડ
નીરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત દેશના પાંચ ભાગેડુ

Follow us on

દેશમાં પંજાબ નેશનલ બેંકમાં આશરે 11,500 કરોડ રૂપિયાના બેન્કિંગ કૌભાંડ નો પર્દાફાશ થતાં પૂર્વે જ ડાયમંડ ઉદ્યોગપતિ નીરવ મોદી (Nirav Modi ) દેશ છોડીને ભાગી ગયા હતા. જો કે નીરવ મોદી (Nirav Modi )  એ એક માત્ર ઉદ્યોગપતિ નથી જેમણે બેંક અને સરકારને ચૂનો લગાવીને કાયદેસર કાર્યવાહીથી બચવા માટે દેશ છોડી દીધો છે. આજે અમે તમને એવા પાંચ ભાગેડુ(Fugative) ઓ વિષે જણાવી રહ્યાં છે જેમણે કૌભાંડ કર્યું છે અને કાર્યવાહી ટાળવા દેશ છોડી દીધો છે. જેમને સરકારે ભાગેડુ પણ જાહેર કરી દીધા છે.

નીરવ મોદી

પંજાબ નેશનલ બેંકના લગભગ 11,500 કરોડ રૂપિયાના બેન્કિંગ કૌભાંડમાં હીરાના ઉદ્યોગપતિ નીરવ મોદીનું નામ ખુલ્યું છે. ઇડીએ નીરવ મોદી સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. તેવી જ રીતે પંજાબ નેશનલ બેંકના 10 કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર હીરાના વેપારી નીરવ મોદી 1 જાન્યુઆરીએ 2018ના રોજ દેશ છોડયો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મેહુલ ચોક્સી

પંજાબ નેશનલ બેંકના 11,500 કરોડના ગોટાળાના સૂત્રધાર મેહુલ ચોક્સીને સરકારે ભાગેડુ જાહેર કર્યો છે. મેહુલ ચોક્સીનું નામ નીરવ મોદીના નામ સાથે જ બહાર આવ્યું હતું. જો કે તે પૂર્વે તેમણે ફેબ્રુઆરી 2018માં ભારત છોડી દીધું હતું. તેમજ હાલ એન્ટિગુઆ-બારબુડાની નાગરિકતા હાંસલ કરીને ત્યાં રહે છે તેમણે આ દેશની નાગરિકતા વર્ષ 2017માં લીધી હતી. હાલ

વિજય માલ્યા

જ્યારે લિકર કિંગ ગણાતા ઉદ્યોગપતિ વિજય માલ્યા બેન્કોની 900 કરોડ રૂપિયાની લોન નહીં ચૂકવ્યા બાદ દેશ છોડી દીધો  છે. વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરાયા છે. ભાગેડુ વિજય માલ્યા સામે દેશમાં ઘણા કેસો ચાલી રહ્યા છે.તેમની સામે લંડન કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે.

લલિત મોદી

વર્ષ 2010 માં આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી સામે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. લલિત મોદી પર બીસીસીઆઈને આર્થિક નુકસાન પહોંચાડવાનો આરોપ છે. તેમને આઈપીએલના કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા હતા. આ પછી લલિત મોદી તેમના પરિવારની સલામતી ટાંકીને ઇંગ્લેન્ડ ભાગી ગયા હતા.

દીપક તલવાર

કોર્પોરેટ લોબીસ્ટ દીપક તલવાર ઉપર આશરે એક હજાર કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં આવકવેરા વિભાગે પાંચ કેસ નોંધ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ, વિમાનના સોદાને તોડનારા તલવારે યુપીએ શાસન દરમિયાન અધિકારીઓને લાંચ આપી હતી. કેસ શરૂ થાય તે પૂર્વે તલવાર દેશ છોડીને ભાગી ગયા હતા. હાલ તે સંયુક્ત અરબ અમીરાતમાં છે.

 

Published On - 5:05 pm, Fri, 28 May 21

Next Article