વતન વાપસી છતાં ઘરથી માઇલો દૂર છે અભિનંદન ! કેટલો સમય લાગશે ફરી આકાશમાં ઉડવામાં ? અહીં જાણો હવે શું-શું થશે અભિનંદન સાથે ?

|

Mar 02, 2019 | 4:52 AM

વાયુસેના જાંબાઝ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વતન વાપસી તો થઈ ગઈ છે, પરંતુ તામિલનાડુ ખાતે આવેલા પોતાના ઘરથી હજી તેઓ ઘણા દૂર છે. TV9 Gujarati   Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો TEA : ઉનાળાની […]

વતન વાપસી છતાં ઘરથી માઇલો દૂર છે અભિનંદન ! કેટલો સમય લાગશે ફરી આકાશમાં ઉડવામાં ? અહીં જાણો હવે શું-શું થશે અભિનંદન સાથે ?

Follow us on

વાયુસેના જાંબાઝ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વતન વાપસી તો થઈ ગઈ છે, પરંતુ તામિલનાડુ ખાતે આવેલા પોતાના ઘરથી હજી તેઓ ઘણા દૂર છે.

TV9 Gujarati

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

અભિનંદને હાલમાં ભારતીય સલામતી દળો અને તપાસ એજન્સીઓની અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. નિર્ધારિત નિયમો મુજબ અભિનંદન હાલમાં ઘરે નહીં જઈ શકે. તેમણે અનેક તબક્કાઓની પૂછપરછમાંથી પસાર થવું પડશે. આ પ્રક્રિયામાં 1 મહિનાથી વધુનો સમય લાગી શકે છે. ત્યાર બાદ જ તેઓ ફરીથી લડાકૂ વિમાન ઉડાવી શકશે.

ત્રણ તબક્કાઓમાં થશે પ્રક્રિયા :

1. સૌપ્રથમ રેડક્રૉસ ઇંટરનેશનલ અભિનંદનની મેડિકલ તપાસ કરશે. તેમાં જોવામાં આવશે કે તેમને કેટલી ઈજાઓ લાગી, કેવી રીતે લાગી, શું ટૉર્ચર કરાયું, ટૉર્ચર થયું, તો કઈ કક્ષાનું હતું, તેમને ડ્રગ્સ તો નથી અપાયાં. આ તપાસના આધાર પર ભારત ટૉર્ચરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર મૂકી શકે. જિનેવા સંધિ મુજબ યુદ્ધકેદીઓ સાથે અમાનીવય વર્તન નથી કરી શકાતું.

2. ઍરફોર્સ અભિનંદનની પૂછપરછ કરશે અને સરકારને રિપોર્ટ કરશે. ઍરફોર્સ સવાલો કરશે કે પાકિસ્તાનમાં શું પૂછાયું, કેટલી વાર પૂછપરછ થઈ, શું જવાબ આપ્યા. અભિનંદનના જવાબો પર ઍરફોર્સ સરકારને રિપોર્ટ સોંપશે કે જેથી ભારત દુશ્મન સેનાની પૂછપરછની રીતોના હિસાબથી પોતાના પાયલૉટને તૈયાર કરી શકે.

3. રૉ અને આઈબી જુદી-જુદી તપાસ કરશે. આ પૂછપરછ મહત્વની છે. રૉ અને આઈબી અભિનંદન સાથે થયેલા વર્તનની વિગતો તૈયાર કરશે. બંને એજન્સીઓ પાકિસ્તાની સેના વિશે વધુમાં વધુ માહિતી લેવાનો પ્રયત્ન કરશે. પાકિસ્તાની સેનાની રીત-રસમોનું વિશ્લેષણ કરાશે. આ પૂછપરછના અનેક તબક્કા હોય છે. તેમાં ઘણી વખત એક મહિનાથી પણ વધુ સમય લાગી જાય છે. આ આટલા માટે કરાય છે કે જેથી રૉ અને આઈબી પાકિસ્તાનની દરેક ડીટેલ ઝીણવટપૂર્વક જાણી શકે. આ તમામ ક્લિયરંસ બાદ જ અભિનંદન ડ્યૂટી પર પરત ફરી શકશે.

[yop_poll id=1917]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article