Kerala: નદીમાં 40 મુસાફરોને લઈ જતી બોટ પલટી, અત્યાર સુધીમાં 15 લોકોના મોત, મૃતકોના પરિવારજનોને PM રાહત ફંડમાંથી વળતરની જાહેરાત

|

May 07, 2023 | 11:39 PM

Kerala: કેરળના મંત્રી વી અબ્દુરહીમાને 15 લોકોના મોતની પુષ્ટિ કરી છે. 15 લોકોમાં 4 બાળકો પણ સામેલ છે. સ્થાનિક અહેવાલો અનુસાર બોટ ખીચોખીચ ભરેલી હતી અને બોટમાં જીવન બચાવવાના સાધનો હાજર નહોતા. આ સ્થળ દરિયા કિનારે આવેલું છે.

Kerala: નદીમાં 40 મુસાફરોને લઈ જતી બોટ પલટી, અત્યાર સુધીમાં 15 લોકોના મોત, મૃતકોના પરિવારજનોને PM રાહત ફંડમાંથી વળતરની જાહેરાત

Follow us on

કેરળના મલપ્પુરમ જિલ્લામાં મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ છે. આ બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. પ્રારંભિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ નદીમાં લાપતા છે. ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. નદીમાં ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ પુરાપુઝા નદી પર થુવલ થેરમ પર્યટન સ્થળ પર સાંજે લગભગ 7 વાગ્યે એક પ્રવાસી બોટ પલટી ગઈ હતી. પ્રવાસી સાથે બોટમાં સવાર ઘણા બાળકોના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ ઉપરાંત ઘણા માછીમારો અને સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે. નદીમાંથી 10 લોકોને સુરક્ષિત બહાર કાઢવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. બચાવી લેવામાં આવેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Wrestlers Protest: બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડ માટે કુશ્તીબાજોએ આપી ‘ડેડલાઈન’, કેન્ડલ માર્ચ પણ કાઢી

કેરળના મંત્રી વી અબ્દુરહીમાને 15 લોકોના મોતની પુષ્ટિ કરી છે. 15 લોકોમાં 4 બાળકો પણ સામેલ છે. સ્થાનિક અહેવાલો અનુસાર બોટ ખીચોખીચ ભરેલી હતી અને બોટમાં જીવન બચાવવાના સાધનો હાજર નહોતા. આ સ્થળ દરિયા કિનારે આવેલું છે.

દુર્ઘટના થઈ ત્યારે બોટ કિનારાથી લગભગ 300 મીટર દૂર હતી. મળતી માહિતી મુજબ બોટમાં સવાર લોકો મલપ્પુરમના પરપ્પનંગડી અને તનુર વિસ્તારથી આવ્યા હતા. અહીં પેસેન્જર બોટને સાંજે 5 વાગ્યા સુધી જ ચલાવવાની છૂટ છે.

મૃતકોને 2 લાખ રૂપિયાની સહાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ PMNRF તરફથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 11:34 pm, Sun, 7 May 23

Next Article