ભાજપનો આરોપ, કેજરીવાલે પાવર કંપનીઓનું ઓડિટ કરવાના કેબિનેટના નિર્ણયની કરી અવગણના

|

Oct 06, 2022 | 8:54 PM

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP)ની આગેવાની હેઠળની દિલ્હી સરકાર પર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓનું ઓડિટ કરવા અને તેમને અનુચિત લાભ આપવાના તેના પોતાના કેબિનેટના નિર્ણયની અવગણના કરવાનો આરોપ લગાવ્યો.

ભાજપનો આરોપ, કેજરીવાલે પાવર કંપનીઓનું ઓડિટ કરવાના કેબિનેટના નિર્ણયની કરી અવગણના
ફાઈલ ફોટો અરવિંદ કેજરીવાલ

Follow us on

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP)ની આગેવાની હેઠળની દિલ્હી સરકાર પર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓનું ઓડિટ કરવા અને તેમને અનુચિત લાભ આપવાના તેના પોતાના કેબિનેટના નિર્ણયની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના પ્રવક્તા સૈયદ ઝફર ઈસ્લામે કહ્યું કે, 2016માં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની કેબિનેટની બેઠકમાં દર વર્ષે પાવર કંપનીઓનું ઓડિટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ એવું ક્યારેય થયું ન હતું.

તેમણે કહ્યું કે, “કેજરીવાલે પોતાના કેબિનેટના નિર્ણયની અવગણના કરી,”

ઝફરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે દિલ્હી સરકારે બે પાવર કંપનીઓના બોર્ડમાં AAP નેતાઓની નિમણૂક કરી હતી અને આ કંપનીઓ પર હજુ પણ રૂ. 21,000 કરોડ બાકી હોવા છતાં અયોગ્ય લાભો આપ્યા હતા. ભાજપના આ આરોપો પર AAP તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ તાજેતરમાં AAP સરકારની પાવર સબસિડી યોજનામાં કથિત ગેરરીતિઓની તપાસનો આદેશ આપ્યો છે.

અરવિંદ કેજરીવાલ 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે

ગુજરાતમાં  વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ  વિવિધ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે  ત્યારે આમ આદમી પાર્ટીના  રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ  8 ઓક્ટોબર તેમજ 9 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવશે.  આ બે દિવસ દરમિયાન અરવિંદ કેજરીવાલ ઘણી જનસભાને  સંબોધિત કરશે. તાજેતરમાં જ આપના  (AAP ) સંયોજક તથા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  (Arvind kejriwal) તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન  (Bhagwant Maan)  2 ઓકટોબરના રોજ ગુજરાતની  મુલાકાતે આવ્યા હતા  તે સમયે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી હતી તેમજ તેઓ તેઓ રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં સામેલ થયા હતા અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન એક કાર્યક્રમમાં સ્ટેજ પર ગરબે પણ ઘૂમ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Published On - 8:53 pm, Thu, 6 October 22

Next Article