‘બંધ રાખો અમ્બ્યુલેન્સ સાયરન’, લોકોમાં ભય દુર કરવા માટે મણિપુર સરકારની રીક્વેસ્ટ

|

May 19, 2021 | 4:00 PM

એમ્બુલન્સનો અવાજ સાંભળીને જ ડર બેસી જાય એવી સ્થિતિ છે. ત્યારે મણિપુર સરકારે કોવિડ -19 દરમિયાન ચિંતા અને ભયનું વાતાવરણ ઓછું કરવા માટે રાજ્યમાં એમ્બ્યુલન્સ સાઇરેન બંધ કરવાની હાકલ કરી છે.

‘બંધ રાખો અમ્બ્યુલેન્સ સાયરન’, લોકોમાં ભય દુર કરવા માટે મણિપુર સરકારની રીક્વેસ્ટ
File Image

Follow us on

મણિપુર સરકારે કોવિડ -19 દરમિયાન ચિંતા અને ભયનું વાતાવરણ ઓછું કરવા માટે રાજ્યમાં એમ્બ્યુલન્સ સાઇરેન બંધ કરવાની હાકલ કરી છે. રાજ્યના તબીબી નિદેશાલયે એક નિવેદનમાં મુખ્ય તબીબી અધિકારીઓ, તબીબી અધિક્ષક, ખાનગી હોસ્પિટલના કર્મચારીઓ અને એમ્બ્યુલન્સ સંચાલકોને વિનંતી કરી છે કે તેઓ એમ્બુલન્સના અવાજથી લોકોમાં ભય પેદા થઇ રહ્યો છે અને સામાજિક ચિંતા ફેલાઈ રહી છે.

તેમાં જણાવાયું છે કે, “જ્યારે રસ્તાઓ અવરોધિત થાય છે ત્યારે જ સાઇરેન્સ વગાડવી જોઈએ.” રાજ્ય સરકારે કેટલાક જિલ્લાઓમાં 28 મે સુધી કર્ફ્યુ વધાર્યો છે. મંગળવારે મણિપુરમાં કોરોના વાયરસના 624 નવા કેસ નોંધાયા છે અને ચેપના કુલ કેસ 40,683 પર પહોંચ્યા છે. સંક્રમિત વીસ લોકોના મોતથી મૃત્યુની સંખ્યા વધીને 612 થઈ ગઈ છે.

દેશમાં કોરોનાના 2,67,334 નવા કેસ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના 2,67,334 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 4,529 લોકોનાં મોત થયાં, જે એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે. મંગળવારે 3,89,851 લોકો સાજા થયા હતા. નવા કેસોના આગમન પછી દેશમાં કેસની કુલ સંખ્યા 2,54,96,330 થઈ ગઈ છે જેમાં અત્યાર સુધીમાં લગભગ 2.20 કરોડ લોકો સાજા થયા છે. આજે સતત ત્રીજા દિવસે 3 લાખથી ઓછા નવા કેસ સામે આવ્યા હતા.

સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો થયો

દેશમાં હાલમાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે જેની સંખ્યા 32,26,719 છે, જે કુલ કેસના 13 ટકા જેટલા છે. કોવિડ -19 થી અત્યાર સુધી 2,83,248 લોકો મૃત્યુ પામ્યા છે. નિષ્ણાતો કહે છે કે જેઓને બીજી લહેરની ટોચ પર ચેપ લાગ્યો છે તેઓ હજી પણ વાયરસ સામે લડી રહ્યા છે. એક જ દિવસમાં નોંધાયેલા 4,529 મૃત્યુ કોઈપણ દેશની તુલનામાં સૌથી વધુ છે. અગાઉ જાન્યુઆરી 12 ના રોજ યુ.એસ. માં 4,468 લોકોના મોત નોંધાયા હતા.

 

આ પણ વાંચો: બાબાએ કોરોના ભગાડવા માટે કર્યો યજ્ઞ, મંત્રો સાંભળીને તમે પણ ડરી જશો!

આ પણ વાંચો: કરુણતા: કોરોના પોઝિટિવ આવ્યા બાદ યુવકને 11 દિવસ સુધી ઝાડ પર રહેવું પડ્યું, જાણો સમગ્ર વિગત

Published On - 3:58 pm, Wed, 19 May 21

Next Article