કરુણતા: કોરોના પોઝિટિવ આવ્યા બાદ યુવકને 11 દિવસ સુધી ઝાડ પર રહેવું પડ્યું, જાણો સમગ્ર વિગત

18 વર્ષના યુવકને કોરોનાએ ઝપેટમાં લીધો. તેના ઘરમાં આઇસોલેશન થવાની વ્યવસ્થા ન હતી. તેથી તેને ઝાડ પર જ માંચડો બનાવી, ઝાડ પર જ ખાટલો બાંધીને 11 દિવસ રહેવું પડ્યું.

કરુણતા: કોરોના પોઝિટિવ આવ્યા બાદ યુવકને 11 દિવસ સુધી ઝાડ પર રહેવું પડ્યું, જાણો સમગ્ર વિગત
ઝાડ પર અઈસોલેટ થયો યુવક

કોરોનાના કારણે ગરુબ અને મધ્યમવર્ગી પરિવારોને ખુબ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ઠેર ઠેર જોવા જઈએ તો હોસ્પિટલોમાં જગ્યા નથી. એવું પણ સાંભળવા મળે છે કે જ્યાં બેડ ખાલી છે ત્યાં શ્રીમંતો અને ઓળખાણોને પ્રાધાન્યતા આપવામાં આવી હોય. આવી પરિસ્થિતિમાં કોવિડ વખતે આઇસોલેશનમાં રહેવું એક ગરીબ પરિવારના માણસ માટે મુસીબત બની જતું હોય છે.

આવો જ એક દિલ દુખાવાનારો કિસ્સો સામે આવ્યો છે. 18 વર્ષના યુવકને કોરોનાએ ઝપેટમાં લીધો. તેના પિતા પાસે એક જ મકાન હતું. જેમાં પરિવારના પાંચ લોકો રહેતા હતા. તેથી ઘરમાં અઈસોલેટ થવું અસંભવ હતું. તેથી યુવકે ઘરથી સાત કિલોમીટર દૂર એક ઝાડને જ પોતાનું ઘર બનાવી લીધું. તેને ઝાડ પર જ માંચડો બનાવી, ઝાડ પર જ ખાટલો બાંધીને 11 દિવસ એકલો રહ્યો. જ્યારે ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે તે ત્યાંથી ઘરે આવ્યો.

આ ઘટના તેલંગણાના નલગોંડા જિલ્લાની છે. કોંથાનંદિકોંડાનો યુવાન રામાવત શિવા નાયક બીમાર પડી ગયો. 4 મેના રોજ તેણે કોવિડ -19 પરીક્ષણ કરાવ્યું. રિપોર્ટ સકારાત્મક આવ્યો.તેણે તેના ઘરથી સાત કિલોમીટર દૂર એક ઝાડની ટોચ પર ખાટલો બાંધ્યો અને ત્યાં 11 દિવસ અઈસોલેશનમાં રહ્યો. જ્યારે ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે તેના એક દિવસ પછી ઘરે પાછો ગયો. શિવાએ કહ્યું, મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મારા સિવાય ઘરમાં માતા, પિતા, બહેન અને ભાઈ છે. બધાએ એક જ મકાનમાં રહેવું પડે છે. જો હું પણ એ જ ઘરમાં હોત, તો તમામને કોરોનાનો ચેપ લાગ્યો હોત. તેથી અમે ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યું.

શિવએ કહ્યું કે કોરોના થયા પછી તેણે પહેલો દિવસ ઘરની બહાર વિતાવ્યો. આ પછી તેના મગજમાં એક વિચાર આવ્યો કે ખાટલાને ઝાડની ટોચ પર કેમ લટકાવાય નહીં! આ પછી તેણે તેના ઘરથી સાત કિલોમીટર દૂર, ઝાડની ટોચ પર ખાટલો બાંધ્યો. જેથી તેનાથી તેના ઘરના લોકો સુરક્ષિત રહી શકે. શિવાએ કહ્યું, મારા ગામના ઓછામાં ઓછા 50 લોકોને કોરોના ચેપ લાગ્યો છે. દરેક વ્યક્તિ અઈસોલેશન માટે સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે તે બધાને ઘરમાં રહેવાની સમસ્યાઓ છે. જો આજુબાજુના અઈસોલેશન કેન્દ્રો બનાવવામાં આવે તો કોઈને મારા જેવી કોઈ તકલીફ નહીં થાય.

તેણે કહ્યું કે હું 11 દિવસ સુધી ઝાડ પર રહ્યો પરંતુ કોઈએ મારી પાસે આવવાની તસ્દી લીધી નહીં. તેને હોસ્પિટલમાં લઈ જવાની વાત તો દૂરની વાત છે. શિવા હૈદરાબાદના પઠાણચારો કોલેજમાં બી.એ. કરે છે. તેણે ત્યાં પુસ્તકો વાંચીને અને સંગીત સાંભળીને અઈસોલેશનનો સમય પસાર કર્યો. શિવાનું ગામ હૈદરાબાદથી 166 કિલોમીટર દૂર છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati