Kedarnath: કેદારનાથ દુર્ઘટનાના 8 વર્ષ પૂર્ણ, જાણો દુર્ઘટના બાદ કેટલું બદલાયું છે કેદારનાથ ધામ

|

Jun 17, 2021 | 2:46 PM

કેદારનાથ દુર્ઘટનાને આઠ વર્ષ થયા છે અને આ 8 વર્ષોમાં કેદારનાથની તસવીર પણ ખૂબ બદલાઈ ગઈ છે. કેદારનાથ દુર્ઘટનામાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી.

Kedarnath: કેદારનાથ દુર્ઘટનાના 8 વર્ષ પૂર્ણ, જાણો દુર્ઘટના બાદ કેટલું બદલાયું છે કેદારનાથ ધામ
જાણો દુર્ઘટના બાદ કેટલું બદલાયું છે કેદારનાથ ધામ

Follow us on

કેદારનાથ દુર્ઘટનાને (Tragedy) આઠ વર્ષ થયા છે અને આ 8 વર્ષોમાં કેદારનાથની (Kedarnath) તસવીર પણ ખૂબ બદલાઈ ગઈ છે. કેદારનાથ દુર્ઘટનામાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી. વિનાશક દુર્ઘટનાએ કેદારનાથથી રુદ્રપ્રયાગ સુધી તાંડવ મચાવ્યો હતો. કેદારનાથ ધામમાં પુન:ર્નિર્માણ કાર્ય આજે પણ ચાલુ છે. દુર્ઘટના બાદ ગૌરીકુંડથી કેદારનાથનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે.

આ દુર્ઘટનાથી નાશ પામેલા 16 કિ.મી. પગપાળા માર્ગને એનઆઈએમ દ્વારા બીજી જગ્યાએથી તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને 18 કિ.મી. બનાવવામાં આવ્યો હતો, જે હવે એકદમ સરળ માર્ગ છે. આ ઉપરાંત કેદારનાથ ધામમાં દુર્ઘટના બાદ હેલીપેડ, મંદિર સંકુલ, આસ્થ પાથ, મંદાકિની પુલનું નિર્માણ, મંદાકિની અને સરસ્વતી નદીઓના કાંઠે સુરક્ષા બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

જ્યારે હજુ ધામમાં શંકરાચાર્ય સમાધિ સ્થળ, તીર્થ પુરોહિત ભવન, હોસ્પિટલ, પોલીસ ભવન તેમજ અન્ય કામગીરી બાકી છે, જેમની કાર્ય ચાલી રહ્યું છે. કેદારનાથમાં ખરાબ હવામાનને કારણે કામગીરી સમયસર થઈ શકતી નથી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

દુર્ઘટના બાદ કેદારનાથ ધામની આસપાસ ત્રણ લેયર પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી છે. હવે સરકાર દ્વારા ધામમાં પહેલા કરતા ઘણી સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જો કે, કોરોના સમયગાળા દરમિયાન, ભક્તોને દર્શન પર પ્રતિબંધ છે. દુર્ઘટના બાદ પ્રથમ બે વર્ષમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી હતી, પરંતુ ત્યારબાદ યાત્રાળુઓના જૂના રેકોર્ડ તુટી ગયા હતા. વર્ષ 2019 માં પ્રથમ વખત એક મિલિયનથી વધુ ભક્તો દર્શન માટે આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી

1. કેદારનાથ મંદિરની પાછળ 390 મીટર સુરક્ષા દિવાલનું નિર્માણ

2. મંદાકિની અને સરસ્વતી નદીઓ પર ઘાટ અને ચબૂતરાનું નિર્માણ

3. તીર્થ પુરોહિતોના ઘરોનું નિર્માણ

4. કેદારનાથમાં અત્યાધુનિક આરોગ્ય સેવાઓનો પ્રારંભ

5. કેદારનાથ મંદિર સંકુલ પહોળો કરવાનું કાર્ય

6. મંદિરની સામે 200 મીટર લાંબો રસ્તો બનાવવાનું કાર્ય

7. 400 મીટર લાંબા આસ્થા પથનું નિર્માણ

8. ગરુડ ચટ્ટીને કેદારનાથ સાથે જોડાવામાં આવ્યું

9. કેદારનાથ ધામમાં સાત હજાર યાત્રાળુઓના રોકાવાની વ્યવસ્થા

Next Article