Breaking News : કાવ્યા મારનના પિતા અને કાકા વચ્ચે ઝઘડો, 23 હજાર કરોડના સામ્રાજ્ય પર કોનો અધિકાર ?

સનરાઈઝર્સ હૈદરાબાદની કો-ઓનર અને સીઈઓ કાવ્યા મારનના પિતા અને કાકા વચ્ચે કકળાટ થયો છે. આ વાદ-વિવાદને લઈને તેમનું મીડિયા ગ્રુપ હાલ ચર્ચામાં આવ્યું છે. એવામાં સવાલ એ છે કે, 23 હજાર કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી કંપનીમાં કોનું પલડું ભારે છે?

Breaking News : કાવ્યા મારનના પિતા અને કાકા વચ્ચે ઝઘડો, 23 હજાર કરોડના સામ્રાજ્ય પર કોનો અધિકાર ?
| Updated on: Jun 20, 2025 | 7:51 PM

દેશનું પ્રમુખ મીડિયા ગ્રુપ ‘સન ટીવી નેટવર્ક’ હાલમાં વિવાદમાં આવ્યું છે. ડીએમકે સાંસદ દયાનિધિ મારને તેમના ભાઈ કલાનિધિ મારન પર છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત, તેમણે તેમના ભાઈને કાનૂની નોટિસ પણ મોકલી છે અને માંગ કરી છે કે, કંપનીના શેરહોલ્ડિંગ 2003માં જે સ્થિતિમાં હતા તે સ્થિતિમાં પાછા લાવવામાં આવે.

જણાવી દઈએ કે, બંને ભાઈઓ વચ્ચેના આ વિવાદમાં સન ટીવી ચર્ચામાં આવી ગયું છે. હવે જોવાનું એ છે કે, 23 હજાર કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી કંપનીમાં કોનું પલડું ભારે રહેશે.

શું છે વિવાદ?

નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 2003માં એસએન મારનના અવસાન પછી મૃત્યુ પ્રમાણપત્ર અને કાનૂની વારસદાર પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો વિના કંપનીના શેર તેમની માતા મલ્લિકા મારનને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

કલાનિધિ મારનને આ ટ્રાન્સફર કથિત રીતે કરવામાં આવ્યું હતું. આ કામ શેર સોંપવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કરવામાં આવ્યું હતું. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 15 સપ્ટેમ્બર 2003ના રોજ, કલાનિધિ મારને પોતાને 10 રૂપિયા પ્રતિ શેરના દરે 12 લાખ ઇક્વિટી શેર ફાળવ્યા હતા, જ્યારે તે સમયે બજારમાં આ શેરની કિંમત 2,500 થી 3,000 રૂપિયા પ્રતિ શેરની વચ્ચે હતી. આ કાર્યવાહી વિશ્વાસઘાત અને છેતરપિંડીની કેટેગરીમાં આવે છે.

માલિક કોણ છે અને કેટલી ચેનલો છે?

સન ટીવી નેટવર્ક કલાનિધિ મારનના નામે છે. તેઓ ગ્રુપના ચેરમેન અને સ્થાપક છે. આ નેટવર્ક ભારતના સૌથી મોટા પ્રાદેશિક મીડિયા ગ્રૂપમાંનું એક છે અને દેશની 7 ભાષાઓમાં કુલ 37 ટીવી ચેનલોનું સંચાલન કરે છે, જેમાં 26 સ્ટાન્ડર્ડ ડેફિનેશન (SD) અને 11 હાઇ ડેફિનેશન (HD) ચેનલોનો સમાવેશ થાય છે. આમાં મુખ્ય ભાષાઓની અંદર તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી, મરાઠી અને હિન્દીનો સમાવેશ થાય છે.

કાવ્યા મારન સાથે શું સંબંધ છે?

આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન સન ટીવી નેટવર્કની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તે સન ગ્રુપ અને સન ટીવી નેટવર્કના સ્થાપક અને ચેરમેન કલાનિધિ મારનની પુત્રી છે. કાવ્યાને માર્ચ 2019માં સન ટીવીના બોર્ડમાં સામેલ કરવામાં આવી હતી. તે આ મીડિયા ગ્રુપની વારસદાર છે. આ ઉપરાંત, કાવ્યા સનરાઈઝર્સ હૈદરાબાદની કો-ઓનર અને સીઈઓ પણ છે.

કંપનીનું નાણાકીય પ્રદર્શન કેવું?

સન ટીવી નેટવર્કે નાણાકીય વર્ષ 2023-24માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કંપનીની કુલ આવક 4200 કરોડ રૂપિયા હતી, જે પાછલા વર્ષની સરખામણીમાં 10 ટકાનો વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન, કંપનીએ 1650 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે 15 ટકાનો વધારો દર્શાવે છે.

કંપનીનું EBITDA માર્જિન 65 ટકા હતું. કંપની પાસે 2500 કરોડ રૂપિયાથી વધુની રોકડ અનામત છે, જ્યારે કંપની પર કોઈ દેવું નથી. આ આંકડા કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે. કંપનીના આ મજબૂત પ્રદર્શનનો ક્રેડિટ એડ રેવન્યુને જાય છે. આ ઉપરાંત, DTH અને કેબલ નેટવર્કમાંથી સતત આવકને કારણે કંપનીના નાણાકીય પ્રદર્શનમાં પણ સુધારો થયો છે.

સન ટીવી નેટવર્કે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં તેનું મજબૂત નાણાકીય પ્રદર્શન ચાલુ રાખ્યું. કંપનીએ આ ક્વાર્ટરમાં રૂ. 1050 કરોડની આવક મેળવી, જ્યારે ચોખ્ખો નફો રૂ. 400 કરોડ રહ્યો.

સન NXT OTT પ્લેટફોર્મે ગતિ વધારી

સન ટીવીનું OTT પ્લેટફોર્મ સન NXT હવે 50 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચી ગયું છે, જે કંપનીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ પ્લેટફોર્મ તેના ઓરિજનલ કન્ટેન્ટ સાથે લાઇવ ટીવી ચેનલો પણ સ્ટ્રીમ કરે છે.

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.