કાશ્મીર પર પહેલો ઘાત: ‘ઓપરેશન ગુલમર્ગ’ થી શરૂ થયો પાકિસ્તાનનો દગાઈ ઈતિહાસ

આઝાદી મળ્યા બાદ ભારતના ભાગલા થયા અને એ વિભાજનની વિભિષિકાએ જે દર્દ, પીડા આપી હતી. એ યાતનાની હજુ કળ પણ વળી ન હતી. ત્યાં જ પડોશમાં રહેતા દગાબાજમાં પોત પ્રકાશ્યુ અને તેના આતંકના આધ્યાય સમા ઓપરેશન ગુલમર્ગની શરૂઆત કરી. આ ભારતમાતાના લલાટ પર કરાયેલો એવો મોટો ઘા હતો કે ભારતે ક્યારેય વિચાર્યુ પણ ન હતુ કે પાકિસ્તાન કાશ્મીર માટે આવુ કાવતરુ કરશે.

કાશ્મીર પર પહેલો ઘાત: ઓપરેશન ગુલમર્ગ થી શરૂ થયો પાકિસ્તાનનો દગાઈ ઈતિહાસ
| Updated on: May 20, 2025 | 9:27 PM

ધરતી પરનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરનો ઈતિહાસ આઝાદી બાદથી ઉથલપાથલથી ભરેલો અને રક્તરંજિત રહ્યો છે. આઝાદી પછી તરત જ 1947માં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને ભારત પ્રત્ય વફાદારી રાખનારા લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ થયુ. જો કે તેમની સંખ્યા એટલી મોટી ન હતી પરંતુ આતંકવાદને પોતાની એક નીતિ તરીકે પાકિસ્તાને 1990ના દશકથી ખુલ્લંખુલ્લા શરૂ કરી દીધુ. પાકિસ્તાની સેના અને આતંકવાદીઓના આકા કાશ્મીર હડપવા, તેની ડેમોગ્રાફી બદલવા અને સુરક્ષાદળોને નિશાન બનાવવા તેમના ષડયંત્રોને અંજામ આપતા રહ્યા છે. તેમણે કાશ્મીરી પંડીતો પર હુમલા કરાવ્યા. તેમને કાશ્મીર ઘાટી છોડીને પલાયન કરવા માટે મજબૂર કર્યા. આતંક અને ડરના આ દૌરમાં કાશ્મીરીઓની બહેન-દીકરીઓના શિયળ લૂંટાયા. પંડીતોની સંપત્તિ લૂંટી લેવામાં આવી, ઘરો-દુકાનો પર કબજો કરી લેવામાં આવ્યો. આતંકવાદનો ભોગ બનેલા મોટી સંખ્યામાં કાશ્મીરી પંડીતો ત્યાંથી વિસ્થાપિત થયા. ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયુ, અંગ્રેજોની ગુલામીમાંથી હજુ મુક્તિ મળી જ હતી પરંતુ એક મોટુ કામ પણ માથે આવી પડ્યુ હતુ. એ હતુ જુનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીરે ભારત સાથે વિલય કરવાની...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો