Kashmir Target Killing Updates: એક્શનમાં અમિત શાહ, RAW ચીફ થી લઈ ઉપ રાજ્યપાલ સાથે મુલાકાત, આરપારનાં મુડમાં કેન્દ્ર સરકાર

|

Jun 03, 2022 | 2:13 PM

અમિત શાહ (Amit Shah) શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. ખીણમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગ(Target Killing)ની વચ્ચે એક પખવાડિયા કરતાં પણ ઓછા સમયમાં ફરી બેઠક બોલાવવામાં આવી છે.

Kashmir Target Killing Updates: એક્શનમાં અમિત શાહ, RAW ચીફ થી લઈ ઉપ રાજ્યપાલ સાથે મુલાકાત, આરપારનાં મુડમાં કેન્દ્ર સરકાર
Kashmir Target Killing Updates

Follow us on

Kashmir Target Killing Updates: અમિત શાહ શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. ખીણમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગની વચ્ચે એક પખવાડિયા કરતાં પણ ઓછા સમયમાં ફરી બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં NSA અજીત ડોભાલ પણ હાજરી આપશે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ પણ ગૃહ મંત્રાલય પહોંચ્યા છે. તે પહેલા ગૃહ સચિવ અજય ભલ્લાને પણ મળશે.

દરમિયાન, વિસ્થાપિત કાશ્મીરી પંડિતો, જેઓ જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં ખીર ભવાની મંદિરની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે, તેઓ 5 જૂને તીર્થસ્થળ માટે જવાના છે. પરંતુ આ દરમિયાન એવા સમાચાર છે કે કાશ્મીરમાં કામ કરતા કાશ્મીરી પંડિતોનું કહેવું છે કે આ વર્ષે તેઓ ખીર ભવાની મેળાનો વિરોધ કરશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભયભીત લોકો કાશ્મીર છોડવા મજબૂર

જમ્મુ-કાશ્મીરમાં સતત થતી હત્યાઓથી અન્ય રાજ્યોમાંથી ત્યાં કામ કરતા લોકો પરેશાન છે. ડરી ગયેલા લોકો હવે ખીણ છોડી રહ્યા છે. શ્રીનગરમાં પીએમ પેકેજ હેઠળ કામ કરતા અમિત કૌલે કહ્યું કે ગઈકાલે ચાર હત્યાઓ થઈ છે. 30 થી 40 પરિવારો શહેર છોડીને ચાલ્યા ગયા છે. અમારી માંગણી સ્વીકારવામાં આવી રહી નથી. તેમની (સરકારી) સલામત જગ્યા માત્ર શહેરો સુધી મર્યાદિત છે.

ગુરુવારે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ દ્વારા એક હિન્દુ બેંક કાર્યકરની હત્યાના કલાકો પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સહિત ઘણા ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. એવું માનવામાં આવે છે કે આ દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં મે મહિનાથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ સામે આવી રહી છે.

Published On - 2:13 pm, Fri, 3 June 22

Next Article