કાશ્મીરની ખીણમાં ગુંજશે 15મી સદીની રચના ‘વૈષ્ણવ જન ગાવે સુઇ યુસા દેશે’ જાણો છો કઈ આ ખ્યાતમાન રચના છે કે જેને ગાંધીજીએ અંત સુધી ગાઈ હતી? વાંચો આ વિશેષ વિગત

|

Sep 25, 2020 | 5:48 PM

મહાત્મા ગાંધીના પર્યાય અને ભક્ત કવિ નરસૈયો આ નામ જ કાફી છે કોઈને યાદ કરાવવા માટે આ પ્રખ્યાત ભજન, “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” કે જેની 15મી શતાબ્દીમાં રચના કરવામાં આવી હતી અને રાષ્ટ્રપિતા ગાંધીજીની નિત્ય પ્રાર્થનામાં તે અંત સુધી સાથે રહ્યું. વૈષ્ણવો માટે આદર્શ, આ રચનાની વાત કરવામાં આવે તો તે ગુજરાત સહિત […]

કાશ્મીરની ખીણમાં ગુંજશે 15મી સદીની રચના ‘વૈષ્ણવ જન ગાવે સુઇ યુસા દેશે’ જાણો છો કઈ આ ખ્યાતમાન રચના છે કે જેને ગાંધીજીએ અંત સુધી ગાઈ હતી? વાંચો આ વિશેષ વિગત

Follow us on

મહાત્મા ગાંધીના પર્યાય અને ભક્ત કવિ નરસૈયો આ નામ જ કાફી છે કોઈને યાદ કરાવવા માટે આ પ્રખ્યાત ભજન, “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” કે જેની 15મી શતાબ્દીમાં રચના કરવામાં આવી હતી અને રાષ્ટ્રપિતા ગાંધીજીની નિત્ય પ્રાર્થનામાં તે અંત સુધી સાથે રહ્યું. વૈષ્ણવો માટે આદર્શ, આ રચનાની વાત કરવામાં આવે તો તે ગુજરાત સહિત દેશભરમાં પ્રખ્યાત ભલે થયું પરંતુ શબ્દોનાં ધોરણે અને તેના મર્મને સમજવાની વાત હોય તો તે વધારે પડતા ગુજરાતીઓ જ હશે કે જે સમજી શકતા હશે.

ગાંધીજી અને નરસૈયાની આ યાદ, આ ઐતિહાસિક રચનાને એટલે જ હવે દેશવ્યાપી બનાવવા માટેની કવાયત એક એવા મહિલાએ ઉપાડી છે કે જે પોતે એવા પ્રદેશથી આવે છે કે જ્યાં ત્રણ દાયકાથી આતંકવાદ, લોહી, ખુનામરકીથી વિશેષ કઈ દેખાઈ નથી રહ્યું . જી હાં, કાશ્મીરનાં નિવાસી અને છેલ્લા 28 વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતા કુસુમ કૌલ વ્યાસે આ બીડું ઝડપ્યું છે અને તેમણે નક્કી કર્યું છે કે આ રચનાને તે કાશ્મીરની ભાષામાંજ રૂપાંતરિત કરશે, ત્યાંના ખીણ પ્રદેશમાંજ શુટ કરશે અને રીલીઝ કરીને ત્યાં વસતા હજારો લોકોને “વૈષ્ણવ જન તો તેને રે કહીએ”નો સાચો મતલબ સમજાવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્રોજેક્ટ પર કુસુમ કૌલ વ્યાસ કામ કરી રહ્યા હતા અને તેમને સાથ મળ્યો તેમના પિતા રઈશ બ્રિજ ક્રિશન કૌલનો કે જેમણે આ રચનાની પંકિતઓને ઉર્દુમાં રૂપાંતરિત કરવામાં આવ્યું અને કવિ શાહબાઝ હકબારી દ્વારા તેને કાશ્મીરી સંસ્કરણમાં ઢાળવામાં આવ્યું અને પછી તેનું ટાઈટલ બન્યું ‘વૈષ્ણવ જન ગાવે સુઇ યુસા દેશે’ અને તેને ગાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું લોકપ્રિય કાશ્મીરી ગાયક ગુલઝાર અહમદ ગનાઈને મળ્યું છે. કાશીમીરી ભાષામાં અને કાશ્મીરી સંગીતનાં સાધનો અને ટ્યૂનને પણ કાશ્મીરી ટચ જ આપવામાં આવ્યો  છે કે જેને લઈને ખીણમાં આ આખી રચનાનો સંદેશો વહેતો થાય.

કુસુમ કૌલ-વ્યાસે જણાવ્યું કે ગાંધીજીએ આખી જીંદગી શાંતિ, અહિંસા, ભાઈચારા પાછળ કાઢી નાખી અને તેમને પોતાને આ રચના ખુબજ ગમતી હતી ત્યારે હું પોતે કઈ આમાં એવું કરવા માંગતી હતી કે જેને લઈને આ જન્મારો સફળ થઈ જાય. વેલીનાં હજારો લોકોમાંથી 100 લોકો સુધી પણ સફળતાનો આ સંદેશ પહોચે છે તો મહેનત લેખે લાગેલી ગણાશે. આતંકવાદીઓ કાશ્મીરી ભજનથી પ્રેરાઈને ગાંધીજીનાં મૂલ્યોને અનુસરે.

આ વિડિયો ગાંધી જયંતિ એટલે કે બીજી ઓક્ટોબરનાં રોજ રીલીઝ કરવામાં આવશે. રીલીઝ માટે પણ સોશિયલ મિડિયાનો જ ઉપયોગ કરવામાં આવશે કેમકે કોરોના આવી ગયા બાદ વધારે લોકો ભેગા થઈ શકે તેમ નથી એટલે એમ કહી શકાય કે પાંચ સદી પછી ફરીએકવાર ઈતિહાસ જાણે પડખુ બદલતો હોય તેમ “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” એક સાચી જગ્યાએ સાચા લોકો વચ્ચે ગુંજશે જો કે આ વખતે ‘વૈષ્ણવ જન ગાવે સુઇ યુસા દેશે’ ભાષામાં હશે અને જેનો સંપૂર્ણ શ્રેય કુસમ કૌલ-વ્યાસને જશે કે જે પોતે અનેક સંસ્થાઓ જેવી કે કાશ્મીરી-ગુજરાતી સમાજ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, એક્શન ઈન્ડિયા મુવમેન્ટ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તો ખરી જ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article