Karnataka : ત્રણ ઇન્ડો-ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદઘાટન, ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે 8 રાજ્યોમાં સેન્ટર તૈયાર કરાશે

|

Jun 16, 2021 | 9:32 PM

Karnataka : ભારત-ઇઝરાયલની કૃષિક્ષેત્રે પાર્ટનરશીપ વધુ વિકસી રહી છે. તેના જ ભાગરૂપે ત્રણ ઇન્ડો-ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદઘાટન કર્ણાટકમાં કરાયું છે. જે ઇઝરાયલના ભારત ખાતેના એમ્બેસેડર ડો.રોન માલ્કા અને કર્ણાટકની મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરાયું હતું.

Karnataka : ત્રણ ઇન્ડો-ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદઘાટન, ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે 8 રાજ્યોમાં સેન્ટર તૈયાર કરાશે
ત્રણ ઇન્ડો-ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદઘાટન

Follow us on

Karnataka : ભારત-ઇઝરાયલની કૃષિક્ષેત્રે પાર્ટનરશીપ વધુ વિકસી રહી છે. તેના જ ભાગરૂપે ત્રણ ઇન્ડો-ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદઘાટન કર્ણાટકમાં કરાયું છે. જે ઇઝરાયલના ભારત ખાતેના એમ્બેસેડર ડો.રોન માલ્કા અને કર્ણાટકની મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરાયું હતું.

આ સેન્ટર ઓફ એક્સલન્સ બગલકોટ, કોલાર અને ધારવાડમાં કરાયું છે. જે એડવાન્સ લેવલની ટેક્નોલોજી સાથે છે. અને ખેડુતોને નવી પદ્ધતિનું લોકલ કન્ડીશનમાં કામ કરવાનું નોલેજ આપશે. તેનાથી કર્ણાટકના ખેડુતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકમાં ખેડુતોને મદદ મળશે.

આ સેન્ટર્સમાં ઇરીગેશન મેનેજમેન્ટ બેઇઝડ સેટેલાઈટ ઇમેજીંગ, એડવાન્સ ફર્ટીલાઈઝેશન, કેનોપી મેનેજમેન્ટ ટેકનિક્સના ફાયદા વગેરે વિશે ટ્રેનિંગ અને જાણકારી અપાશે. આ સેન્ટર્સ કેરીઓના એન્ડ ટુ એન્ડ કલ્ટીવેશન પ્રોટોકોલ, ઇઝરાઇલી કોમર્શિયલ હાઈટેક નર્સરી મેનેજમેન્ટમાં પણ મદદ કરશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેનાથી જુના પરંપરાગત વૃક્ષો અને નવી જાતોના પ્લેન્ટેશન અને રક્ષણ કરવામાં પણ મદદ મળશે. તેનાથી ડ્રીપ ઇરીગેશન, ફર્ટીલાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં પણ મદદ મળશે. જેનાથી પાણીનો ઉપયોગ ઓછો થશે. ધારવાડનું સેન્ટર ઓફ એક્સલન્સ હાઈ ક્વોલીટી બિયારણોનું ઉત્પાદન કરશે. ઇઝરાઈલી સ્ટાન્ડર્ડથી ગ્રીન હાઉસ સ્ટ્રકચરમાં સારી પ્રેકટીસ આપશે. અને ઇઝરાઈલી શાકભાજીઓની વેરાઈટી પણ ઉપલબ્ધ કરાવશે.

સેન્ટર ઓફ એક્સલન્સનું આ મોડલ અને ઇનિસિએટીવ ભારતભરના 8 રાજ્યોમાં લાગુ કરાશે. જેમાં કર્ણાટક મુખ્ય રાજ્ય રહેશે. આ પ્રોગ્રામનો હેતુ અને ફોકસ મોડર્ન એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર સ્થાપિત કરવામાં, ખેડુતોને કેપેસીટી બિલ્ડીંગમાં સપોર્ટ આપવો અને માર્કેટમાં તકો આપીને દરેક ખેડુતોનો નફો વધારવાનો છે.

આ ઉદઘાટન પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પા, અધિકારીઓ સહિત ઇઝરાઇલના દક્ષિણ ભારતના કાઉન્સિલ જનરલ જોનાથન ઝાડકા તેમજ ભારત ખાતેના અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

Next Article