AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ, કપિલ સિબ્બલે કહ્યું “અમે G23 નેતાઓ હાઈકમાન્ડની જી હજુરી કરનારા નથી”

અજય માકને કહ્યું, " સોનિયા ગાંધી જીએ સુનિશ્ચિત કર્યું હતું કે સંગઠનાત્મક પૃષ્ઠભૂમિ ન હોવા છતાં કપિલ સિબ્બલ કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી બને."

કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ, કપિલ સિબ્બલે કહ્યું અમે G23 નેતાઓ હાઈકમાન્ડની  જી હજુરી કરનારા નથી
Kapil sibbal says We are not Jee Huzoor 23 We will keep talking and continue to reiterate our demands
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 7:56 PM
Share

PUNJAB : પંજાબમાં સર્જાયેલા કોંગ્રેસના વિવાદનો રેલો હવે દિલ્હી સુધી પહોચી ગયો છે. પહેલા કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે ઘર્ષણ, નવજોતનું પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનવું, કેપ્ટન અમરિંદર સિંહ સામે મોરચો માંડવો, કેપ્ટન અમરિંદર સિંહનું મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપવું, ચરણજીત સિંહ ચન્નીનું મુખ્યપ્રધાન બનવું અને પંજાબ સરકારની નવી કેબીનેટમાં શપથ ગ્રહણ બાદ તરત જ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષપદેથી નવજોતનું રાજીનામું …આ તમામ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસ વર્કિંગ કમિટીન બેઠક બોલાવવા સોનિયા ગાંધી સમક્ષ માંગ કરવામાં આવી, તો સીનીયર નેતાઓ એક બીજા પર આક્ષેપ આક્ષેપ કરવા લાગ્યા છે.

રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી તેમની સમક્ષ માંગ કરી છે કે પાર્ટીની વર્તમાન સ્થિતિ જોતા તરત જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવે અને નેતાઓના પ્રતિભાવ લેવામાં આવે.

આના પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું,”હું માનું છું કે મારા એક વરિષ્ઠ સાથીએ કદાચ CWC બોલાવવા માટે કોંગ્રેસ પ્રમુખને લખ્યું છે અથવા લખવાનું છે જેથી અમે આ સ્થિતિમાં કેમ છીએ તે અંગે વાતચીત થઈ શકે.”

આ દરમિયાન કપિલ સિબ્બલનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કોન્ગ્રેસના નેતૃત્વ પરિવર્તન અંગે કહી રહ્યા છે,”અમે G23 નેતાઓ જી હજુરી કરનારા નથી. અમે આમરી વાત સતત કહેતા રહેશું.”

તો કપિલ સિબ્બલના નિવેદન પર કોંગ્રેસ નેતા અજય માકને તેમના પર નિશાન સાધ્યું છે. અજય માકને કહ્યું, ” સોનિયા ગાંધી જીએ સુનિશ્ચિત કર્યું હતું કે સંગઠનાત્મક પૃષ્ઠભૂમિ ન હોવા છતાં કપિલ સિબ્બલ કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી બને. પક્ષમાં દરેકની વાત સાંભળવામાં આવી રહી છે. કપિલ સિબ્બલ અને અન્યને કહેવા માંગું છું કે તેઓએ જે સંસ્થાને ઓળખ આપી છે તેને ખરાબ ન કરવી જોઈએ.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે પહોચ્યા છે. ઉલ્લેખનીય છે કે,આ મહિનાની શરૂઆતમાં મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપતી વખતે અમરિંદર સિંહે ઘણા વિકલ્પો ખુલ્લા હોવાની વાત કરી હતી.જો કે આ બેઠકને તેમણે સૌજન્ય બેઠક ગણાવી છે.પરંતુ મળતા અહેવાલ મુજબ, કોંગ્રેસથી નારાજ અમરિંદર સિંહ ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે.

આ પણ વાંચો : 2.75 લાખ કયુસેક પાણીની આવકથી ઉકાઈ ડેમના 7 ગેટ ખોલી પાણી છોડાયું , તાપી નદીકાંઠા અને સુરતના વિસ્તારોને એલર્ટ કરાયા

આ પણ વાંચો : તો ગુજરાતમાં પણ બનશે તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર, જાણો ક્યાં બિરાજશે ભગવાન વેંકટેશ્વર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">