
મધ્યપ્રદેશના ગુના ક્ષેત્રથી ભાજપના સાંસદ અને દેશના સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિએ એક વીડિયો તેના ઈન્સ્ટા હેંડલ પર મુક્યો છે. જ્યાં તેમણે ભીષણ ગરમીમાંથી બચવાનો આસાન ઉપાય બતાવ્યો. આ ઉપાય કોઈ નવો નથી પરંતુ આપણા જ વડીલો જે કરતા હતા. તે જ તેમણે કહ્યુ છે. જ્યોતિદિત્યનો આ વીડિયો જ સમજાવે છે આપણા વડવાઓ જે કહીને ગયા છે તેને ક્યારેય ભૂલવુ ન જોઈએ કારણ કે તેમણે તેમના અનુભવોનું ભાથુ આપણને સોંપ્યુ છે.
ચાલો જાણીએ સિંધિયાઓ ગરમીમાંથી બચવાનો ગજબનો ફોર્મ્યુલા શું છે.
હાલમાં દિલ્હીથી લઈને ચેન્નાઈ અને એમપી, રાજસ્થાનથી લઈને ગુજરાત સુધી સમગ્ર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. તાપમાન 50 ડિગ્રીએ જવાની તૈયારી છે. આ સ્થિતિ ખૂબ જ ખતરનાક સંકેત આપી રહી છે કારણ કે હજુ એપ્રિલ ચાલી રહ્યો છે અને મેૃ જૂન હજુ બાકી છે. દિવસે પ્રચંડ હિટવેવને કારણે રાત્રે પણ ઠંડક થતી નથી જેના કારણે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. સામાન્ય ઘરના લોકોને એસી પોસાય નહીં ત્યારે આવા તમામ લોકોનું જીવવુ આ ગરમીએ દુષ્કર બનાવી દીધુ છે. આ ગરમી વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિધિયાએ આ પ્રચંડ ગરમીથી બચવા માટેનો એક ગજબનો ઢાંસુ આઈડિયા સૂચવ્યો છે. સિંધિયાએ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યો છે, જેમા તેમણે ભીષણ ગરમીથી બચવાનો એકદમ સરળ ઉપાય સૂચવ્યો છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 1 મિનિટ 23 સેકન્ડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં સંચાર મંત્રીએ જણાવ્યુ કે જો તમે તમારા પોકેટમાં પ્યાઝ (ડુંગળી) રાખીને બહાર નીકળશો તો તમને આ પ્રચંડ ગરમીનો સામનો કરવામાં આસાની થશે. સિંધિયાએ તેની વાતને યોગ્ય ઠેરવવા માટે તેના ખુદના ખિસ્સામાંથી એક નાનકડી ડુંગળી કાઢીને ત્યાં રહેલા લોકોને બતાવી. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં લાખો-કરોડો રૂપિયાની યોજનાઓની સૌગાત વચ્ચે સિંધિયાનો ગરમથી બચવાનો આ ફોર્મ્યુલા લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધુમાં જણાવ્યુ કે મારી ગાડી ના તો એસીમાં ચાલે છે કે ના તો તેઓ એસી વાળા વાતાવરણમાં રહે છે. લોકો તેમને પૂછે છે કે મે-જુનની ગરમી અને 51 ડિગ્રી તાપમાનમાં પણ કોઈ કેવી રીતે એસી વિના રહી શકે. ત્યારે સિંધિયાએ કહ્યુ કે મે તેમને જણાવ્યુ કે ચંબલવાળાની ચામડી થોડી જાડી હોય છે. હું થોડો યુવાન ભલે દેખાતો હોઉં પરંતુ મારી આત્મા થોડી વૃદ્ધ છે. ત્યારબાદ તેમણે તેમના ખિસ્સામાંથી એક ડુંગળી કાઢી અને કહ્યુ કે પોતાની સાથે ખિસ્સામાં એક ડુંગળી લઈ જાઓ, ગમે તેવી ગરમી હશે તો પણ તમને લુ નહીં લાગે.
Published On - 3:52 pm, Mon, 27 April 26