અતીક અહેમદ અને અશરફના હત્યારા પણ જૂના ગુનેગારો છે. આ બદમાશોએ પોલીસને જણાવ્યું કે, તેઓ નાના નાના ગુનાઓ કરતા હતા, પરંતુ તેમનું સ્વપ્ન રાજ્યના મોટા માફિયા બનવાનું હતું. આ માટે અતીક જેવા બદમાશને મારવો જરૂરી હતો. કુખ્યાત માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરનારા ત્રણ બદમાશો જૂના ગુનેગાર છે. પોલીસની પૂછપરછમાં આ બદમાશોએ કબૂલાત કરી છે.
આ આરોપીઓ અગાઉ પણ નાના મોટા ગુનાઓ કરી ચૂક્યા છે. તેની સામે અનેક મામલામાં કેસ પણ નોંધાયેલા છે. પરંતુ ત્રણેય બાહુબલી બનવા માંગતા હતા. તેમની ઈચ્છા હતી કે તેમનું નામ પણ દેશના મોટા માફિયાઓની યાદીમાં સામેલ થાય. આ માટે અતીક અને અશરફની હત્યા એક માત્ર તેની પાસે સારી તક હતી.
તેમને લાગ્યું કે, આ સમયે અતીક વિરુદ્ધ વાતાવરણ છે અને તેની હત્યા કરીને તેઓ મીડિયા કવરેજ મેળવશે. આ સાથે જ તેનું નામ પળવારમાં આખા દેશમાં ફેલાઈ જશે. આ ઉપરાંત આ આરોપીઓએ પોલીસને ઘણી મહત્વની માહિતી આપી છે. જોકે, પોલીસ તેના નિવેદન પર વિશ્વાસ કરવાને બદલે તેના ગૃહ જિલ્લાની પોલીસ પાસેથી તેનો ગુનાહિત ઈતિહાસ કાઢી રહી છે. આ ઉપરાંત ગામમાં પોલીસના બીટ ઓફિસર મારફત પણ આ બદમાશોની વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
એક વાત એવી પણ સામે આવી છે કે, આ હત્યા માટે તેમણે સોપારી આપવામાં આવી હોવાની પણ વાત સૂત્રો દ્વારા સામે આવી છે. હવે આ બંને વાત માથી પોલીસ કઈ તરફ કાર્યવાહી કરશે તે આગામી તપાસમાં સામે આવશે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનાનું હજી સુધી કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. હાલ ત્રણેય આરોપીઓએ જણાવ્યું છે કે તેઓએ ગુનાના ક્ષેત્રમાં નામ કમાવવા માટે જ આ ઘટનાને અંજામ આપ્યો છે. આરોપીઓએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે, આરોપીએ મોટો શૂટર, ઉત્તર પ્રદેશનો મોટો માફિયા બનવું છે. આ માટે કોઈ મોટી ઘટનાને અંજામ આપવો જરૂરી હતો.
उत्तर प्रदेश: प्रयागराज से घटनास्थल की तस्वीरें जहां अतीक अहमद और उसके भाई अशरफ की गोली मारकर हत्या की गई थी। pic.twitter.com/x8g2K2kO2f
— ANI_HindiNews (@AHindinews) April 16, 2023
આ સમયે અતીક અને અશરફની હત્યાથી મોટી બીજી કોઈ ઘટના ન હોઈ શકે. જો કે, પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ આપેલા નિવેદનોમાં અનેક વિરોધાભાસ છે. એટલા માટે પોલીસ આ નિવેદનોની ખરાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે આ ત્રણ આરોપીઓની ઓળખ બાંદાના રહેવાસી લવલેશ તિવારી, હમીરપુરના રહેવાસી અરુણ મૌર્ય અને કાસગંજના રહેવાસી સની તરીકે થઈ છે.
આ પણ વાંચો : અતીક અને અશરફ જે પોલીસકર્મીની કસ્ટડીમાં હતા તેમની સામે પણ નોંધાશે હત્યાનો ગુનો ?
આ ત્રણેએ શનિવારે મોતીલાલ નેહરુ હોસ્પિટલની બહાર આતિક અહેમદ અને અશરફને મેડિકલ તપાસ માટે લઈ જતાં ગોળી મારી દીધી હતી. પત્રકારોના રૂપમાં આવેલા આ બદમાશોએ પોલીસની સુરક્ષા કોર્ડન તોડીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
Published On - 9:06 am, Sun, 16 April 23