Customer Care: 18 જૂનના HDFC Bank કરી શકે છે મોટુ એલાન, જાણો શું થશે ગ્રાહકો પર અસર

|

Jun 15, 2021 | 12:59 PM

HDFC Bank : એચડીએફસી બેંકે મંગળવારે જણાવ્યું હતું કે, શુક્રવાર, 18 જૂન, 2021 ના ​​રોજ યોજાનારી બેઠકમાં ડિરેક્ટર બોર્ડ 31 માર્ચ 2021 ના ​​રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે બેંકના ઇક્વિટી શેર પર ડિવિડન્ડની (Dividend) ભલામણના પ્રસ્તાવ પર વિચાર કરશે.

Customer Care: 18 જૂનના HDFC Bank કરી શકે છે મોટુ એલાન, જાણો શું થશે ગ્રાહકો પર અસર
HDFC BANK

Follow us on

Customer Care: એચડીએફસી (HDFC) બેંકે મંગળવારે જણાવ્યું હતું કે, શુક્રવાર, 18 જૂન, 2021 ના ​​રોજ યોજાનારી બેઠકમાં ડિરેક્ટર બોર્ડ 31 માર્ચ 2021 ના ​​રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ (Financial Years) માટે બેંકના ઇક્વિટી શેર પર ડિવિડન્ડની (Dividend) ભલામણના પ્રસ્તાવ પર વિચાર કરશે.

જો ડિવિડન્ડ પ્રસ્તાવ થાય તો પછી જે લોકો શેરમાં નાણાંનું રોકાણ કરે છે તેમને મોટો ફાયદો થશે. આપણે સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ તો પછી કંપની નફો કરે છે, તે પૈકી થોડો ભાગ તેના શેરહોલ્ડરો સાથે વહેંચે છે તેને ડિવિડન્ડ કહે છે. નિષ્ણાતો જણાવે છે કે કંપનીએ તમારી પાસેથી જે પૈસા લીધા છે.

તે પૈસામાંથી તે વેપાર કરે છે. તમારી સાથે નફો વહેંચે છે, પરંતુ કંપનીએ શેરહોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત નથી. જો કોઈ કંપની ડિવિડન્ડ આપી રહી છે, તો તેની કોઈ બાંહેધરી નથી કે તે આવનારા સમયમાં પણ આપતી રહેશે. ડિવિડન્ડ આપવું કે નહીં તે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર પર નિર્ભર છે. નિષ્ણાંતો કહે છે કે આનાથી ગ્રાહકોને અસર નહીં થાય.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સામાન્ય રીતે શેર ખરીદ્યા પછી જો તેમાં ગ્રોથ થાય છે, તો રોકાણકારોને તેનો લાભ મળે છે. પરંતુ શું એવું થઈ શકે છે કે એક જગ્યાએ રોકાણ કરો અને તમને તેના પર 2 રીતે નફો મળશે. ઘણા લોકોને આ વિશે વધુ વિચાર હશે નહીં. શેરબજારમાં પણ આ શક્ય છે. તમે વધારે ડિવિડન્ડ પેઇંગ શેરોમાં રોકાણ કરીને તેનો લાભ લઈ શકો છો.

કેટલીક કંપનીઓ તેમના નફામાં થોડોક ભાગ તેમના શેરહોલ્ડરોને આપતી રહે છે. તેઓ નફાના આ ભાગને શેરધારકોને ડિવિડન્ડ તરીકે આપે છે. રેકોર્ડ તારીખ – ડિવિડન્ડની ઘોષણા સાથે, રેકોર્ડ ડેટ પણ જાહેર કરવામાં આવે છે. આ તે તારીખ છે જેના પર કંપની રેકોર્ડ રાખે છે કે હાલમાં કંપનીના શેરોના રોકાણકારોની પાસે છે. જે લોકો પાસે રેકોર્ડ ડેટ સુધી શેર હોય છે તેના ડિવિડન્ડના પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે.

કોણ નક્કી કરે છે કે કેટલું ડિવિડન્ડ મળશે?

એસ્કોર્ટ સિક્યુરિટીના હેડ ઓફ રિસર્ચ, આસિફ ઇકબાલ કહે છે કે ડિવિડન્ડની રકમ કંપનીની વાર્ષિક મીટિંગમાં નક્કી કરવામાં આવે છે. આને ફાઇનલ ડિવિડન્ડ કહેવામાં આવે છે. જો કંપની નાણાકીય વર્ષના મધ્યમાં ડિવિડન્ડ ચૂકવે છે, તો તેને વચગાળાનું ડિવિડન્ડ કહેવામાં આવે છે. જ્યારે નાણાકીય વર્ષના પહેલા ભાગમાં કંપની નફો કરે ત્યારે વચગાળાના ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવે છે.

નોંધનીય છે કે, દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસએ શેર દીઠ 15 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. તો ટેક મહિન્દ્રા શેર દીઠ 30 રૂપિયા ડિવિડન્ડ આપશે. વિપ્રોએ શેર દીઠ 1નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

HCL ટેકએ બે ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લીધો છે. એક વિશેષ ડિવિડન્ડ છે. તે શેર દીઠ રૂ .6 છે. તો શેર દીઠ 10 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડ છે. આઈસીઆઈસીઆઈ બેંકે શેર દીઠ રૂ 2નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

Published On - 12:55 pm, Tue, 15 June 21

Next Article