ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની અને બંને બાળકો કોરોના પોઝિટીવ, મુખ્યમંત્રીનો રિપોર્ટ નેગેટિવ

|

Jan 09, 2022 | 9:36 AM

મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી 13 લોકોના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના પ્રેસ સલાહકાર અભિષેક પ્રસાદ અને વરિષ્ઠ ઈમરજન્સી સચિવ સુનીલ કુમાર શ્રીવાસ્તવનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની અને બંને બાળકો કોરોના પોઝિટીવ, મુખ્યમંત્રીનો રિપોર્ટ નેગેટિવ
Jharkhand Chief Minister Hemant Soren's wife and both children (PC: Social Media)

Follow us on

ઝારખંડ (Jharkhand)ના સીએમ હેમંત સોરેન (Chief Minister Hemant Soren)ના ઘરે કોરોના પહોંચી ગયો છે. તેમના ઘરે પાંચ લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. મુખ્યમંત્રી હેમંત સોરેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સીએમના પત્ની કલ્પના સોરેન અને બંને બાળકો નીતિલ સોરેન (12) અને વિશ્વજીત સોરેન (09)નો કોરોના રિપોર્ટ પોઝિટીવ (Corona Positive) આવ્યો છે.

મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી 13 લોકોના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના પ્રેસ સલાહકાર અભિષેક પ્રસાદ અને વરિષ્ઠ ઈમરજન્સી સચિવ સુનીલ કુમાર શ્રીવાસ્તવનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હજુ ઘણા લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.

સીએમના પત્ની અને બંને બાળકો ઉપરાંત તેમની ભાભીનો રિપોર્ટ પોઝિટીવ છે. સંક્રમિતમાં પાંચમાં સીએમ આવાસ પર કામ કરતા એક ગાર્ડ હોવાનું કહેવાય છે. જે હાલ તમામ હોમ આઈસોલેશનમાં છે. કહેવાય છે કે કોરોનાના હળવા લક્ષણ મળ્યા બાદ શુક્રવારે સીએમ હાઉસમાંથી 13 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં સીએમના સમગ્ર પરિવાર સિવાય તેમના સલાહકાર અભિષેક પ્રસાદ અને ગાર્ડ સામેલ હતા. આ નમૂનાનું માઇક્રોબાયોલોજી વિભાગ, RIMSની લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પાંચ લોકોમાં કોરોનાની પુષ્ટિ થયા બાદ સીએમ હાઉસમાંથી વધુ 62 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચેપગ્રસ્તના સંપર્કમાં આવતા લોકોના સાવચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આરોગ્ય મંત્રી પણ પોઝિટીવ

સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા (Health Minister Banna Gupta) નો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે તેના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા કહ્યું છે. આ પહેલા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણ કુમાર સિંહની સાથે કેટલાક વિભાગોના સચિવ પણ પોઝિટીવ આવ્યા છે.

તબિયત બગડતાં મોટી સંખ્યામાં અધિકારીઓ આઈસોલેશનમાં ગયા છે. આરોગ્ય વિભાગના બે સંયુક્ત સચિવ સહિત અડધા ડઝન જેટલા કર્મચારીઓ પોઝિટીવ છે. NHM MD, IDSPના સ્ટેટ ઈન્ચાર્જ પણ બીમાર પડ્યા છે.

આ પણ વાંચો: વાંદરાએ ફુગ્ગા સાથે કર્યા જબરા ખેલ પણ અચાનક ફુગ્ગો ફૂટતા થયું કંઈક આવું, જુઓ આ વાયરલ વીડિયો

આ પણ વાંચો: Technology News: હવે WhatsApp દ્વારા પણ રીસેટ કરી શકો છો UPI PIN, જાણો શું છે પ્રોસેસ

Next Article