Jammu Kashmir: ઉધમપુરના જંગલમાં લાગેલી આગ અટકવાનું નામ નથી લઈ રહી, સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

|

May 01, 2022 | 9:32 AM

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) ઉધમપુર જિલ્લામાં શનિવારે સવારે જંગલમાં લાગેલી આગના કારણે ગભરાટનો માહોલ છે. હાલ ગ્રામજનો તેમના જીવન અને તેમના ઘરની સલામતી માટે ભયભીત છે.

Jammu Kashmir: ઉધમપુરના જંગલમાં લાગેલી આગ અટકવાનું નામ નથી લઈ રહી, સ્થાનિક લોકોમાં ભયનો માહોલ
File Photo

Follow us on

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં (udhampur district) શનિવારે સવારે જંગલમાં લાગેલી આગના કારણે ગભરાટનો માહોલ છે. હાલ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. આગ અંગે રેન્જ ઓફિસરે જણાવ્યું કે પહેલા આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ કેટલાક બદમાશોએ ફરીથી જંગલમાં આગ (Fire) લગાવી દીધી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય આપત્તિ રાહત દળ (SDRF) પણ આગને કાબૂમાં લેવા માટે બચાવ કામગીરીમાં જોડાઈ છે. અધિકારીઓને(Fire Officer) આગ બુઝાવવામાં મદદ કરતા સ્થાનિક લોકોએ કહ્યું કે ‘આગ અમારા ગામની નજીક પહોંચી રહી છે. હાલ આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પવનને કારણે તે મુશ્કેલ બની રહ્યું છે.

મામલો વધ્યા બાદ SDRFએ તેના પ્રયાસો તેજ કર્યા છે. રેન્જ ઓફિસરે (Range Officer) કહ્યું, ‘અમને સવારે જંગલમાં આગની માહિતી મળી હતી. બાદમાં તેને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કેટલાક સ્થાનિક લોકોએ તેને ફરીથી આગ લગાવી દીધી હતી. આરોપીનું નામ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને મોકલવામાં આવ્યું છે. બીજી તરફ આગ જંગલ વિસ્તારની નજીક પહોંચી રહી છે. જેથી જો સમયસર તેને કાબૂમાં લેવામાં નહીં આવે તો આગ રહેણાંક વિસ્તારોમાં પણ પ્રવેશી શકે છે.

ચરત પંચાયતના જંગલ વિસ્તારમાં પણ આગ લાગી હતી

આ પહેલા મંગળવારે રાત્રે ઉધમપુર જિલ્લાના ચરાટ પંચાયતના જંગલ વિસ્તારમાં(Forest area) આગ ફાટી નીકળી હતી અને બંથ ગામ તરફ ઝડપથી આગળ વધવા લાગી હતી. જો કે સારી વાત એ હતી કે સેનાની સમયસર કાર્યવાહીને કારણે જંગલમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ આગથી ગામ માટે ગંભીર ખતરો ઉભો થયો હતો. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

જવાનોની બહાદુરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી

નોર્ધન કમાન્ડ ડિફેન્સ યુનિટના પ્રવક્તાએ જણાવ્યું કે સિવિલ એડમિનિસ્ટ્રેશનની વિનંતી પર ઉધમપુર મિલિટરી ગેરિસને ઝડપી પ્રતિસાદ ટીમો સાથે ફાયર ટેન્ડરો અને ડિફેન્સ ફાયર સર્વિસીસ (DFS) અગ્નિશામકો મોકલ્યા અને આગને કાબૂમાં લાવી.

આ પણ વાંચો : On This Day: આજના દિવસે 1877માં મજૂર દિવસની ઉજવણીની કરાઈ હતી શરૂઆત, જાણો 1 મેના રોજ ઈતિહાસમાં નોંધાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

આ પણ વાંચો : ભારત સરકાર ભારતીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ રજૂ કરશે, એમેઝોન અને વોલમાર્ટને મળશે કડક સ્પર્ધા!

Next Article