તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ જવાનો પર એ સમયે હુમલો કર્યો, જ્યારે તે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આતંકવાદીઓએ ચાલતી બસ પર ગોળીબાર કર્યો, જેના કારણે 14 જવાનો ઘાયલ થયા.
Jammu & Kashmir: An incident of firing reported in Zewan area of Srinagar. Details awaited.
— ANI (@ANI) December 13, 2021
એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પંથા ચોક-ખોનમોહ રોડ પર ભારતીય રિઝર્વ પોલીસ (IRP)ની 9મી બટાલિયનના વાહન પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ. ફાયરિંગમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમને કહ્યું તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકીવાદીઓને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના અવંતીપોરાના બારગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે સુચના મળ્યા બાદ તપાસ અભિયાન શરૂ કર્યુ. આ દરમિયાન આતંકવાદીઓએ તેમની પર ગોળીબાર શરૂ કરી દીધો, સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ હતી. અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: KUTCH : 5 વર્ષની બાળકીને ડાયાબીટીસ સાથે મ્યુકરમાઇકોસિસ થયું, 42 દિવસની સારવાર બાદ મળ્યું નવજીવન
આ પણ વાંચો: 47 વર્ષ જુના શ્રીરામ ગ્રુપમાં બધુ બદલાશે, 3 કંપનીઓના મર્જરથી બની નવી કંપની, સામાન્ય લોકોને થશે આ ફાયદો
Published On - 6:57 pm, Mon, 13 December 21