પાકિસ્તાને સતત ત્રીજા દિવસે પણ LOC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. જમ્મૂ કાશ્મીરના પલાવાલા સેક્ટર અને ઉતર કાશ્મીરના ટંગધાર સેક્ટરમાં પાકિસ્તાને સેનાની ચોકીઓ અને રહેણાક વિસ્તારોને નિશાનો બનાવીને ગોળીબાર કર્યો.
તેમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. સેનાએ આતંકીઓને જડબાતોડ જવાબ આપતા 2 પાકિસ્તાની સૈનિકને ઠાર કર્યાના સમાચાર સામે આવ્યા છે. તેની સાથે જ ઘણી પોસ્ટ પણ તબાહ કરી છે. સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું કે જવાબમાં સેનાએ કાર્યવાહી કરતા પાકિસ્તાની ચોકીઓ તથા સૈનિકોને ભારે નુકસાન થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જમ્મૂમાં LOC પર પલાવાલા સેક્ટરના નત્થુ ટિબ્બા ક્ષેત્રમાં પાકિસ્તાની સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘન કરીને સેનાની પોસ્ટને નિશાનો બનાવ્યો હતો. આ પોસ્ટ પર સેનાના 18 જેક રાઈફલ યૂનિટ તૈનાત છે. પાકિસ્તાની ગોળીબારને જવાબ સેનાના જવાનોએ પણ આપ્યો. જેમાં પાકિસ્તાની સેનાની ઘણી પોસ્ટ તબાહ કરી અને 10 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવાની ખબર સામે આવી છે.
LOC અને IB પર સતર્કતાના આદેશ
LOC પર પાકિસ્તાન અને ભારતની વચ્ચે થઈ રહેલી ગોળીબારીના કારણે તણાવની સ્થિતી ઉભી થયેલી છે. તે સિવાય LOC અને IBના નજીકના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદ અને LOCના અન્ય ભાગોમાં જવાનોને સર્તક રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]