પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ધર્મના આધારે દેશને વિભાજિત કરવાનું કામ કર્યું છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) અંગે મુફ્તીએ કહ્યું કે ભૂતકાળ વિશે જાણવા માટે મારે ફિલ્મ જોવાની જરૂર નથી. જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ જાળવવાનું આહવાન કરતાં તેમણે લોકોને કહ્યું, મેં મારી આંખોથી ખૂન-ખરાબા જોયા છે.
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દ્વારા શાસક પક્ષ ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે ભાજપે સમુદાયોમાં નફરત ભડકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. મુફ્તીએ કહ્યું, આજકાલ મોટી ફિલ્મો બને છે. ફિલ્મો મને ઇતિહાસ વિશે શું કહેશે? મેં મારી પોતાની આંખોથી બધું જોયું છે.
કલમ 370 હટાવ્યા બાદ લોકોએ ખરાબ સમય જોયો
મુફ્તીએ કહ્યું, જ્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. ત્યારે 7 હિન્દુ છોકરાઓ મૃત્યુ પામ્યા હતા. મેં સરદારો અને કાશ્મીરી પંડિતોને મારતા જોયા છે. મારા પોતાના કાકાની હત્યા કરવામાં આવી હતી. અમે ઈચ્છીએ છીએ કે આ રક્તપાત હંમેશ માટે સમાપ્ત થાય. અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. તેમણે કહ્યું, અમે જોયું છે કે મારા પિતાના મામાની કેવી રીતે હત્યા કરવામાં આવી હતી. મારા પિતાના પિતરાઈ ભાઈની હત્યા કરવામાં આવી હતી. કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુના લોકોએ ખૂબ જ ખરાબ સમય જોયો છે.
#WATCH | My father’s uncles were killed… They (BJP) want the fight with Pakistan to prevail, they talk about Hindu/Muslim, Jinnah, Babur, Aurangzeb… Congress kept this nation safe… they (BJP) want to make many Pakistans: PDP chief Mehbooba Mufti, in Samba, J&K pic.twitter.com/38nKTL0qFk
— ANI (@ANI) March 22, 2022
ધ કાશ્મીર ફાઈલ ફિલ્મને લઈને હાલ સમગ્ર દેશમાં રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. આ મામલે ગુલામ નબી આઝાદે કહ્યુ હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં જે બન્યું તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર છે. તેનાથી તમામ હિંદુઓ, કાશ્મીરી પંડિતો, કાશ્મીરી મુસ્લિમો, ડોગરાઓ પ્રભાવિત થયા છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે રાજકીય પક્ષો ધર્મ, જાતિ અને અન્ય બાબતોના આધારે વિભાજન કરી શકે છે. હું કોઈ પક્ષને માફ કરતો નથી. જાતિ, ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેકને ન્યાય મળવો જોઈએ.
આ પણ વાંચો : પંજાબના નવા સીએમ ભગવંત માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે, 24 માર્ચના રોજ કરશે મુલાકાત
આ પણ વાંચો : Delhi : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દિલ્હીના ત્રણ નગર નિગમો એક થશે, કેબિનેટે આપી મંજૂરી