
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં સોમવારે પાકિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મહાદેવ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન દરમિયાન સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જોકે, સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, ઓપરેશન મહાદેવ હેઠળ 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા ત્રણ શંકાસ્પદો પહેલગામમાં થયેલા હુમલામાં શામેલ હોઈ શકે છે.
Chinar Corps of the Indian Army launches anti-terror Operation Mahadev in the general area of Lidwas in Jammu & Kashmir #BreakingNews #OperationMahadev #ChinarCorps #JammuKashmir #TV9Gujarati pic.twitter.com/NReX8HcCss
— Tv9 Gujarati (@tv9gujarati) July 28, 2025
ભારતીય સેનાની ચિનાર કોર અનુસાર લિડવાસ વિસ્તારમાં ગોળીબારી શરુ થઈ છે. આ વચ્ચે અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસ, સેના અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે મુલનારના વન ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું હતુ.
અધિકારીઓએ જણાવ્યું કે,જે રીતે સુરક્ષા દળો શંકાસ્પદ સ્થળે પહોંચતાની સાથે જ ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો, જેનો સુરક્ષા દળોએ યોગ્ય જવાબ આપ્યો હતો.આ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. હવે સુરક્ષા દળોને આ અથડામણમાં મોટી સફળતા મળી છે. 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા છે.ઓપરેશન હજુ ચાલુ છે. જેમાં 3 આતંકવાદી ઠાર થયા છે જ્યારે 2 પાકિસ્તાની આતંકવાદી ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોએ હરવાનના મુલનાર વિસ્તારમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે સુરક્ષા કર્મચારીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા, ત્યારે દૂરથી બે રાઉન્ડ ગોળીબારનો અવાજ સંભળાયો હતો. આ પછી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન હેઠળ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. એવું બહાર આવ્યું છે કે, આ ત્રણ આતંકવાદીઓ પહેલગામ હુમલાના શંકાસ્પદ હોઈ શકે છે. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ 26 લોકો પર હુમલો કરીને તેમની હત્યા કરી હતી. આ હુમલા પછી, ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતુ.
Published On - 1:47 pm, Mon, 28 July 25