Jammu-Kashmir: આતંકવાદીઓની ફરી નાપાક હરકત, 24 કલાકમાં બીજી વખત CRPF જવાનો પર કર્યો ગ્રેનેડ હુમલો

|

Dec 27, 2021 | 4:39 PM

ઘાટીમાં આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં આ બીજી વખત છે જ્યારે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આ પહેલા રવિવારે સાંજે પુલવામામાં આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો.

Jammu-Kashmir: આતંકવાદીઓની ફરી નાપાક હરકત, 24 કલાકમાં બીજી વખત CRPF જવાનો પર કર્યો ગ્રેનેડ હુમલો
Jammu Kashmir - File Photo

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓ (Terrorists) સતત ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે આતંકવાદીઓએ ફરી એકવાર અનંતનાગમાં (Anantnag) હુમલો કર્યો છે. અહીં આતંકીઓએ CRPF બંકર પર ગ્રેનેડ ફેંક્યો છે. મળતી માહિતી મુજબ, આ હુમલો અરવાની બિજબેહારા વિસ્તારમાં થયો હતો. હુમલા બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ હુમલામાં કોઈ સુરક્ષા દળના ઘાયલ થયાના સમાચાર નથી.

ઘાટીમાં આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં આ બીજી વખત છે જ્યારે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આ પહેલા રવિવારે સાંજે પુલવામામાં આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, પુલવામામાં પોસ્ટ ઓફિસ પાસે પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ હુમલામાં પણ માત્ર સીઆરપીએફના જવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

સુરક્ષા દળોની કાર્યવાહીથી આતંકીઓ સ્તબ્ધ થયા
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા છે. અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકીઓનો ઠાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આતંકીઓ ગુસ્સે ભરાયા છે અને આવા હુમલાઓ દ્વારા પોતાના ષડયંત્રને અંજામ આપી રહ્યા છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓ ઠાર
આ પહેલા શનિવારે ખીણમાં સુરક્ષા દળોએ ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓમાંથી એક IED નિષ્ણાત હતો. આ માહિતી પોલીસે આપી હતી. શોપિયાં જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં અંસાર ગઝવત-ઉલ-હિંદના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય અનંતનાગના શ્રીગુફવારા વિસ્તારના કલાનમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શોપિયાંના ચૌગામ ગામમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓની હાજરી જાણવા મળી હતી. આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની પૂરી તક આપવામાં આવી હતી. જો કે, આતંકવાદીઓએ આ વાતને નકારી કાઢી અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. જેના કારણે એન્કાઉન્ટર થયું હતું.

 

આ પણ વાંચો : પંજાબના જે ખેડૂતોએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તેમના માટે હું પ્રચાર નહીં કરું, મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી: રાકેશ ટિકૈત

આ પણ વાંચો : Omicron : દેશના આઠ રાજ્યો ઓમિક્રોનના હોટસ્પોટ બન્યા, દિલ્હી અને મહારાષ્ટ્રમાં જ 48% કેસ નોંધાયા

Next Article