જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બારામુલાના પટ્ટન વિસ્તારમાંથી જૈશ-એ-મોહમ્મદ (JeM) આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા બે આતંકવાદીઓને (Terrorist) બે પિસ્તોલ અને બે ચાઈનીઝ ગ્રેનેડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે (Jammu Police) આ માહિતી આપી છે.
J&K | Two terrorists associated with the JeM terror organisation were apprehended along with two pistols ammunition and two chinese grenades in the Pattan area of Baramulla: Police
— ANI (@ANI) April 26, 2022
પુલવામા જિલ્લાના પહુ વિસ્તારમાં રવિવારે સાંજે દોઢ કલાકના ટૂંકા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી કમાન્ડન્ટ આરિફ હજાર ઉર્ફે રેહાન સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી બે AK સિરીઝની રાઈફલ અને એક પિસ્તોલ જપ્ત કરી છે. માર્યા ગયેલા અન્ય બે આતંકવાદીઓની ઓળખ હજુ સુધી મળી શકી નથી. છેલ્લા ચાર દિવસમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા ચાર અલગ-અલગ એન્કાઉન્ટરમાં 11 આતંકવાદીઓ માર્યા ગયા છે.
સ્ટોરી અપડેટ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા, આરોપીની પત્નીને દસ વર્ષની કેદની સજાનો હુકમ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 10:58 am, Tue, 26 April 22