જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં એકાઉન્ટર (Encounter in Awantipora) ચાલી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ હાલ ઓપરેશનમાં લાગેલી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે (Jammu Kashmir Police)આ માહિતી આપી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે, એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. જમ્મુ-કાશ્મીર પોલીસે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે,જેમાં પોલીસ અને સુરક્ષા દળો આતંકવાદીઓનો મજબૂતીથી સામનો કરી રહ્યા છે.
Jammu & Kashmir | An encounter breaks out in the Tral area of Awantipora. Police and security forces are on the job. Further details awaited: Police
— ANI (@ANI) April 6, 2022
તમને જણાવી દઈએ કે,બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશ રેખા પર સેનાએ (Indian Army) ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને આ દરમિયાન એક આતંકી માર્યો ગયો હતો. અધિકારીઓએ સોમવારે કહ્યું હતુ કે, સશસ્ત્ર દળોએ રવિવારે મોડી રાત્રે નૌશેરા વિસ્તારમાં અંકુશ રેખા (LOC) પર શંકાસ્પદ હિલચાલ જોઈ હતી, ત્યારબાદ ઘૂસણખોરોને પડકારવામાં આવ્યા અને એન્કાઉન્ટર શરૂ થયું. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીના મૃતદેહ સાથે હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.
આ પહેલા પણ સમાચાર આવ્યા હતા કે શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબનો એક આતંકવાદી માર્યો ગયો છે. પોલીસે દ્વારા આ માહિતી આપી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના શોપિયન જિલ્લાના તુર્કવાંગમ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે જ્યારે સર્ચ પાર્ટી શંકાસ્પદ સ્થળો તરફ આગળ વધવા લાગી, ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો, જેના પછી જવાનોએ જવાબી કાર્યવાહી કરી અને બંને પક્ષે અથડામણ શરૂ થઈ.
આ ઘટના અંગે પ્રવક્તાએ કહ્યું હતું કે એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જેનો મૃતદેહ સ્થળ પરથી મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે આતંકવાદીની ઓળખ શોપિયાના ટક મોહલ્લાના રહેવાસી મુનીબ અહેમદ શેખ તરીકે થઈ છે, જે લશ્કર-એ-તૈયબ સાથે સંકળાયેલો હતો. વધુમાં પ્રવક્તાએ કહ્યું હતું કે પોલીસ અહેવાલ મુજબ, માર્યો ગયેલો આતંકવાદી તે જૂથોનો ભાગ હતો જે પોલીસ-સુરક્ષા દળો પર હુમલા અને નાગરિકો પર અત્યાચાર સહિત અનેક આતંકવાદી ગુનાઓમાં પણ સામેલ હતો.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : UNSCમાં ભારતે ‘બૂચા હત્યાકાંડ’ ની કરી આકરી નિંદા, સ્વતંત્ર તપાસની હાકલને સમર્થન