Jammu Kashmir : શોપિયાંમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર, બે આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન યથાવત

|

Oct 20, 2021 | 2:08 PM

છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી જમ્મુ -કાશ્મીરમાં (Jammu-Kashmir) આતંકવાદીઓના જૂથને શોધી કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં નવ સૈનિકો શહીદ થયા છે.

Jammu Kashmir : શોપિયાંમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર, બે આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન યથાવત
Jammu Kashmir Encounter (Symbolic image)

Follow us on

જમ્મુ -કાશ્મીરના શોપિયાંના દ્રગાડ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. વિસ્તારમાં પોલીસ અને સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુ -કાશ્મીર પોલીસે આ માહિતી આપી. આતંકવાદ વિરોધી ઓપરેશન હેઠળ તમામ લોકોને ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું છે. વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા દળો સંપૂર્ણ એલર્ટ પર છે. પોલીસે કહ્યું કે એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા છે.

સુરક્ષા દળોની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધતી વખતે, છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જેના પછી એન્કાઉન્ટર શરુ થયું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ પુષ્ટિ કરી હતી કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બેથી ત્રણ આતંકવાદીઓ ફસાયેલા હોવાની આશંકા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક મસ્જિદોમાંથી મુનાદી દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી હતી. કે તેઓ તેમના ઘરની બહાર ના નીકળે. સુરક્ષા દળો આતંકીઓનો ખાત્મો કરવાની તૈયારી કરી રહ્યા છે.

સેના પ્રમુખ જનરલ એમએમ નરવાણે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી એન્કાઉન્ટરને લઈને જમ્મુ ક્ષેત્રની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે નિયંત્રણ રેખા સાથે આગળના વિસ્તારોની મુલાકાત લીધી અને ચાલુ ઓપરેશનના ભાગરૂપે સુરક્ષા દળોને અનેક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જમ્મુના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે પણ રવિવારે સરહદ ઉપર આવેલ ભીંબર ગલીની મુલાકાત લીધી હતી અને આતંકવાદીઓને જલ્દીથી ખતમ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પૂંચમાં અત્યાર સુધીનું સૌથી લાંબુ ઓપરેશન
એક સપ્તાહથી અહીં આતંકવાદીઓના જૂથને શોધી કાવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં નવ સૈનિકો શહીદ થયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સોમવારે સવારે પણ બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. બંને પક્ષો વચ્ચે પ્રથમ મુકાબલો 11 ઓક્ટોબરે પૂંછ જિલ્લાના દેહરા ગલી વિસ્તારમાં થયો હતો, જેમાં એક જેસીઓ (JCO) સહિત પાંચ સેનાના જવાનો શહીદ થયા હતા. છેલ્લા 17 વર્ષમાં આ પ્રદેશમાં આ સૌથી ઘાતક મુકાબલો હતો. ઓગસ્ટ 2019 માં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં સૌથી લાંબી કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ

Aryan Drugs Case : આર્યનની ચેટ્સમાં થયો ચોંકાવનારો ખુલાસો ! પાર્ટી પહેલા આર્યને આ અભિનેત્રી સાથે ડ્રગ્સ સંબધિત વાતચીત કરી હતી

આ પણ વાંચોઃ

Jammu and Kashmir : આતંકીઓનો ખાત્મો બોલાવવાની તૈયારી, કમાન્ડો, ડ્રોન અને હેલિકોપ્ટર તહેનાત, લોકોને અપીલ – ઘરની બહાર ન નીકળશો

Published On - 1:07 pm, Wed, 20 October 21

Next Article