Jammu and Kashmir : જમ્મુમાં નેશનલ કોન્ફરન્સને વધુ એક ઝટકો, કાશ્મીરી પંડિતોનો મુદ્દો ભૂલી જવાના મુદ્દે વરિષ્ઠ નેતાએ પાર્ટી છોડી

|

Dec 21, 2021 | 8:56 AM

અનિલ ધરે કહ્યું હતું કે, ઓમર અબ્દુલ્લા (નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ)ના તાજેતરના નિવેદનો સાંપ્રદાયિક રંગ દર્શાવે છે અને હિન્દુઓ સામે પક્ષપાતની લાગણી અનુભવાય છે.

Jammu and Kashmir : જમ્મુમાં નેશનલ કોન્ફરન્સને વધુ એક ઝટકો, કાશ્મીરી પંડિતોનો મુદ્દો ભૂલી જવાના મુદ્દે વરિષ્ઠ નેતાએ પાર્ટી છોડી
Abdullah (File photo)

Follow us on

જમ્મુમાં (Jammu and kashmir ) નેશનલ કોન્ફરન્સ (NC)ને વધુ એક ઝટકો લાગ્યો છે. વરિષ્ઠ નેતા અનિલ ધરે (anil dhar) સોમવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ધરે પક્ષના નેતૃત્વ પર 1990માં કાશ્મીરી પંડિતોની ખીણમાંથી હિજરત માટે ભૂતપૂર્વ ગવર્નર જગમોહનને કથિત રીતે જવાબદાર ઠેરવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે નેશનલ કોન્ફરન્સના તાજેતરના “કોમી નિવેદનો અને હિંદુઓ વિરુદ્ધ પક્ષપાત” સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

અનિલ ધરે સોમવારે રાત્રે પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. તેઓ નેશનલ કોન્ફરન્સના જમ્મુ પ્રદેશના ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે. પાર્ટી છોડીને તેમણે કહ્યું, “મને એ જણાવતા દુઃખ થાય છે કે નેશનલ કોન્ફરન્સનું નેતૃત્વ કાશ્મીરી પંડિતોના મુદ્દાને ભૂલી ગયું છે. આ વાત તાજેતરમાં સામે આવી છે જ્યારે પાર્ટી નેતૃત્વએ કહ્યું હતું કે કાશ્મીરી હિંદુઓના હિજરત માટે તત્કાલીન રાજ્યપાલ જગમોહન જવાબદાર છે.

તેમણે કહ્યું, “આ એ હકીકતથી તદ્દન વિપરીત છે કે તે પાકિસ્તાન અને તેના તૈયાર માણસો છે, જેઓ હજુ પણ ખીણમાંથી કાશ્મીરી પંડિતોના હિજરત માટે જવાબદાર છે. આવા નિવેદનો અને મંતવ્યો કાશ્મીરી હિંદુઓમાં વિશ્વાસ જગાડતા નથી. જેમણે છેલ્લા ત્રણ દાયકા દરમિયાન સૌથી ખરાબ નરસંહાર, અત્યાચાર અને બરબાદીનો સામનો કર્યો છે.”

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

નેશનલ કોન્ફરન્સમાંથી વિશ્વાસ ઉઠ્યો – ધર

ધરે કહ્યું કે ઓમર અબ્દુલ્લા (નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ)ના તાજેતરના નિવેદનો સાંપ્રદાયિક રંગ દર્શાવે છે અને હિન્દુઓ સામે પક્ષપાતની લાગણી અનુભવાય છે. ધરે કહ્યું કે આવા નિવેદનોને કારણે તેમનો નેશનલ કોન્ફરન્સમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાને લખેલા પત્રમાં તેમણે લખ્યું છે કે, “આ બધાને જોતા મેં નેશનલ કોન્ફરન્સમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે અને તેથી હું 30 વર્ષની સેવા કર્યા પછી પાર્ટીના પ્રાથમિક સભ્યપદની સાથે તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું.”

અગાઉ ઓક્ટોબરમાં જમ્મુ યુનિટના ભૂતપૂર્વ વડા દેવેન્દ્ર રાણા અને સુરજીત સિંહ સલાથિયાએ નેશનલ કોન્ફરન્સમાંથી રાજીનામું આપી દીધું હતું અને બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. રાણા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહના નાના ભાઈ અને ભૂતપૂર્વ ધારાસભ્ય જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાના રાજકીય સલાહકાર રહી ચૂક્યા છે. 2011થી તેઓ નેશનલ કોન્ફરન્સના પ્રદેશ અધ્યક્ષ પદ પર કબજો જમાવી રહ્યા હતા.

આ પણ વાંચો : Gujarat Gram Panchayat Election Result 2021 LIVE: રાજ્યની 8686 ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ, 1.47 લાખ ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

આ પણ વાંચો : બ્રિટનના શીખ સાંસદે ગોલ્ડન ટેમ્પલ મુદ્દે એવું તે શું કહ્યું કે હંગામો મચ્યો? હવે થઇ રહી છે ચારેબાજુ ટીકા

Next Article