જમ્મુ-કાશ્મીર: વર્ષના પ્રથમ 5 દિવસમાં 5 એન્કાઉન્ટર, સુરક્ષા દળો દ્વારા 3 પાકિસ્તાની આતંકવાદીઓ સહિત 8 આતંકવાદીઓ માર્યા ગયા

|

Jan 05, 2022 | 12:27 PM

વર્ષ 2022ની શરૂઆત સાથે જ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની સંખ્યામાં પણ વધારો થયો છે. નવા વર્ષના પ્રથમ 5 દિવસમાં ખીણમાં અલગ-અલગ સ્થળોએ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે પાંચ એન્કાઉન્ટર થયા છે.

જમ્મુ-કાશ્મીર: વર્ષના પ્રથમ 5 દિવસમાં 5 એન્કાઉન્ટર, સુરક્ષા દળો દ્વારા 3 પાકિસ્તાની આતંકવાદીઓ સહિત 8 આતંકવાદીઓ માર્યા ગયા
Security forces deployed in Srinagar (symbol photo- PTI)

Follow us on

વર્ષ 2022ની શરૂઆત સાથે જ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની સંખ્યામાં પણ વધારો થયો છે. નવા વર્ષના પ્રથમ 5 દિવસમાં ખીણમાં અલગ-અલગ સ્થળોએ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે પાંચ એન્કાઉન્ટર થયા છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં લશ્કરનો એક ટોચનો કમાન્ડર અને ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓનો સમાવેશ થાય છે.

પાંચ દિવસમાં 5 એન્કાઉન્ટરમાંથી 2 એન્કાઉન્ટર શ્રીનગર જિલ્લામાં, એક ઉત્તર કાશ્મીરના કુપવાડામાં અને એક-એક દક્ષિણ કાશ્મીરના કુલગામ અને પુલવામા જિલ્લામાં જોવા મળ્યા છે. આ વર્ષની શરૂઆતમાં એટલે કે, 1 જાન્યુઆરીએ કુપવાડાના કેરન સેક્ટરમાં સેનાએ એક ઘૂસણખોરને ઠાર માર્યો હતો. સેનાએ કહ્યું કે, ઘુસણખોર પાકિસ્તાની નાગરિક હતો અને તેની ઓળખ લશ્કરના કમાન્ડર મોહમ્મદ શબ્બીર મલિક તરીકે થઈ હતી.

લશ્કર કમાન્ડર ઠાર મરાયો

આ બાદ 3 જાન્યુઆરીએ, શ્રીનગરની બહારના ભાગમાં શાલીમાર અને ગુસમાં એક કલાકની અંદર બે એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમાંથી સક્રિય લશ્કર કમાન્ડર સલીમ પારે અને એક પાકિસ્તાની આતંકવાદી હાફિઝ, જેનું કોડ નેમ હમઝા હતું તે માર્યો ગયો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

4 જાન્યુઆરીએ એટલે કે મંગળવારે પણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. આ એન્કાઉન્ટર ઓકે ગામમાં થયું હતું, જેમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આજે સવારે અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

પાંચમી અથડામણ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ચાંદગામમાં થઈ હતી, જેમાં સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદી સહિત 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. નોંધનીય છે કે, ગત વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ 182 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જેમાંથી 168 કાશ્મીર વિભાગના હતા.

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ ચાંદગામ ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું જે એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આ અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો: Career Tips: માર્કેટિંગ મેનેજરની ભારતમાં છે ખૂબ માંગ, ધોરણ 12 અને ગ્રેજ્યુએશન પછી કરો આ કોર્સ

આ પણ વાંચો: IIT JAM admit card: IIT JAM એડમિટ કાર્ડ આજે નહીં થાય જાહેર, જાણો ક્યારે અને કેવી રીતે કરવું ડાઉનલોડ

Published On - 12:26 pm, Wed, 5 January 22

Next Article