Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના શ્રીનગર શહેરની બહાર બુધવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના નૌગામ ( Nowgam)વિસ્તારમાં આતંકવાદીઓની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે જણાવ્યું કે આ દરમિયાન આતંકવાદી(Terrorist )ઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો, ત્યારબાદ દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. અધિકારીએ કહ્યું કે એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો.
આતંકીની ઓળખ હજુ સુધી મળી શકી નથી. અભિયાન હજુ ચાલુ છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે કહ્યું કે કેટલાક આતંકવાદીઓને ફોર્સ દ્વારા ઘેરી લેવામાં આવ્યા છે, જેમાં 9 માર્ચે શહેરના ખોનમોહ વિસ્તારમાં સરપંચની હત્યામાં સામેલ લોકોનો પણ સમાવેશ થાય છે. આ અથડામણને કારણે રેલવે મેનેજમેન્ટે સાવચેતીના ભાગરૂપે બનિહાલ-બારામુલ્લા વચ્ચે ચાલતી ટ્રેન સેવાને સ્થગિત કરી દીધી છે. આ રેલ્વે ટ્રેક એન્કાઉન્ટર સ્થળની ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં તે મુસાફરો માટે જોખમનું કારણ બની શકે છે.3 આતંકવાદી ઠાર માર્યા ગયા છે
#SrinagarEncounterUpdate: 01 #terrorist killed. #Operation in progress. Further details shall follow.@JmuKmrPolice https://t.co/ppPLJajevs
— Kashmir Zone Police (@KashmirPolice) March 16, 2022
હિઝબુલ મુજાહિદ્દીનના મુખ્ય આતંકવાદી ફારૂક નલ્લીની સૂચના પર હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મુશ્તાક યાતુ દ્વારા સરપંચની હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે હુમલો શુક્રવારે રાત્રે 8.20 કલાકે થયો જ્યારે આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના ઔદૌરા વિસ્તારમાં સરપંચ શબ્બીર અહેમદ મીર પર ગોળીબાર કર્યો. મીરને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ તેને બચાવી શકાયો નહીં.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓને ખતમ કરવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળો ઘાટીને આતંક મુક્ત બનાવવાના મિશનમાં લાગેલા છે અને આ જ કારણસર કાશ્મીરમાં આતંકવાદીઓ સતત ઠાર થઈ રહ્યા છે.
આ પણ વાંચો : PM મોદીના ભાષણમાં અટલ બિહારી વાજપેયીની ખાસિયતો જોવા મળે છે, પરંતુ કહેવામાં અને કરવામાં ફરક: શશિ થરૂર
Published On - 10:40 am, Wed, 16 March 22