
જમ્મુમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો. આ પછી હવામાં સાયરન વગાડવામાં આવ્યા. આખા જમ્મુમાં અંધારપટ છવાઈ ગયો. લોકોને પોતાના ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.
જમ્મુના વિવિધ સેક્ટરોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. વિસ્ફોટના અવાજ બાદ જમ્મુમાં વાયુ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરવામાં આવી છે. જમ્મુમાં 5-6 વિસ્ફોટોના અવાજ સંભળાયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ડ્રોન અને મિસાઇલ હુમલાની શક્યતા છે.
#WATCH | Sirens being heard in Akhnoor, Jammu and Kashmir
More details awaited. pic.twitter.com/eiGdyj14Tq
— ANI (@ANI) May 8, 2025
આકાશમાં ડ્રોન દેખાતા જમ્મુમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ ડ્રોન હુમલા થયા છે. જમ્મુ બાદ કાશ્મીરના કુપવાડામાં પણ ગોળીબારના સમાચાર છે. ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું. ભારતે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો. આરએસપોરામાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા. ભારતે પાકિસ્તાનની 8 મિસાઇલો તોડી પાડી.
Published On - 8:50 pm, Thu, 8 May 25