NDAએ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવતા રાજકીય હલચલ તેજ, મમતા બેનર્જીએ TMC સાંસદોની બોલાવી બેઠક

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ આગામી સંસદ સત્ર અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં પાર્ટીના કાર્ય યોજના પર ચર્ચા કરવા માટે 6 ઓગસ્ટના રોજ પાર્ટીના સાંસદોની બેઠક બોલાવી છે.

NDAએ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવતા રાજકીય હલચલ તેજ, મમતા બેનર્જીએ TMC સાંસદોની બોલાવી બેઠક
West Bengal CM Mamata Banerjee (FIle Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 10:07 PM

NDA એ આજે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળના (West Bengal) રાજ્યપાલ જગદીપ ધનખડના (Jagdeep Dhankhar)નામની જાહેરાત કરી છે.આ જાહેરાત બાદ તરત જ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને સ્થગિત કરી દીધો છે. તૃણમૂલ કોંગ્રેસના (TMC) નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata banerjee)21 જુલાઈના બદલે હવે 6 ઓગસ્ટે પાર્ટીના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક બોલાવી છે,જેમાં સંસદના આગામી સત્ર અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને પાર્ટીના કાર્ય યોજના પર ચર્ચા કરવામાં આવશે.

 NDAએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ધનખડની કરી પસંદગી

આ બેઠકની જાહેરાતની થોડી જ મિનિટોમાં NDAએ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા.આ જાહેરાત બાદ તરત જ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.નવા કાર્યક્રમ હેઠળ હવે TMC સાંસદોની બેઠક 21 જુલાઈના બદલે 6 ઓગસ્ટે યોજાશે. પાર્ટી તરફથી મળેલી માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આગામી સંસદ સત્ર અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ પર ચર્ચા કરવા માટે લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક બોલાવી છે.

આ પણ વાંચો

ધનખડ અને CM મમતા વચ્ચે ટકરાવ

તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પશ્ચિમ બંગાળના (West Bengal) ગવર્નર જગદીપ ધનખડ અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે ટકરાવની ચર્ચાએ જોર પકડ્યુ હતુ.જ્યા પશ્ચિમ બંગાળ એસેમ્બલીએ CM મમતા બેનર્જીને યુનિવર્સિટીઓના ચાન્સેલર બનાવવાનું બિલ પાસ કર્યું હતુ,પરંતુ રાજ્યપાલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજ્યની યુનિવર્સિટીઓના ચાન્સેલર બનાવવાનું બિલ પરત કરી દીધુ હતુ. જે બાદ રાજ્યપાલે તેને મંજૂરી આપી દીધી હતી.

પશ્ચિમ બંગાળ વિધાનસભાએ(West Bengal election)  14 જૂનના રોજ રાજ્યની વિધાનસભામાં પશ્ચિમ બંગાળની યુનિવર્સિટીઓના કુલપતિના રાજ્યપાલને બદલવા માટે એક બિલ પસાર કર્યું હતું. આ સાથે ખાનગી યુનિવર્સિટીઓમાંથી રાજ્યપાલની મુલાકાતને દૂર કરવા માટે એક બિલ પણ પસાર કરવામાં આવ્યું હતું.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">