જાણો કયા શહેરમાં 2021થી ROનાં વેચાણ પર લાગશે પ્રતિબંધ, NGTએ સરકારને આપ્યા આદેશ

|

Jul 16, 2020 | 1:47 PM

આવતા વર્ષથી દેશનાં અનેક એવા શહેર અને ગામડા હશે કે જ્યાં ROનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી જશે કે જ્યાં TDSની માત્રા 500 મિલિગ્રામ કરતા ઘણી ઓછી છે. જો કે જ્યાં TDS વધારે હશે તે શહેરમાં આનો પ્રયોગ પહેલાની જેમ થતો રહેશે. NGTએ પર્યાવરણ અને વન મંત્રાલયને આ નિર્દેશ આપ્યો છે કે RO પ્યુરીફાયર પર […]

જાણો કયા શહેરમાં 2021થી ROનાં વેચાણ પર લાગશે પ્રતિબંધ, NGTએ સરકારને આપ્યા આદેશ
http://tv9gujarati.in/jaano-kaya-shaer…r-ne-aapya-aadsh/

Follow us on

આવતા વર્ષથી દેશનાં અનેક એવા શહેર અને ગામડા હશે કે જ્યાં ROનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી જશે કે જ્યાં TDSની માત્રા 500 મિલિગ્રામ કરતા ઘણી ઓછી છે. જો કે જ્યાં TDS વધારે હશે તે શહેરમાં આનો પ્રયોગ પહેલાની જેમ થતો રહેશે. NGTએ પર્યાવરણ અને વન મંત્રાલયને આ નિર્દેશ આપ્યો છે કે RO પ્યુરીફાયર પર પ્રતિબંધ લગાડવા માટે આ વર્ષનાં અંત સુધી પરિપત્ર બહાર પાડે.

મંત્રાલયે NGT પ્રમુખ ન્યાયમૂર્તિ આદર્શકુમાર ગોયલની અધ્યક્ષતા વાળી બેન્ચને જાણ કરી છે કે હાલમાં કોરોનાનાં સમયને લઈઆ કવાયત પુરી નથી થઈ શકી, પછી જે તે મંત્રાલયને વધારે સમય આપવામાં આવ્યો છે. બેન્ચનાં જણાવ્યા અનુસાર એક વર્ષ બાદ પણ પર્યાવરણ અને મંત્રાલયે વધારે સમયની માગ કરી છે. NGTએ પહેલા પણ કહ્યું હતું કે તેના આદેશનું પાલન નહી થવાથી પર્યાવરણને નુક્શાન થઈ રહ્યું છે જેથી કરીને આદેશ પર તરત પાલન કરવામાં આવે. પાછલી સુનાવણી પર NGTએ સુચના આપી હતી કે સંબંધિત અધિકારીઓનાં પગાર રોકી દેવામાં આવે

RO પ્યૂરીફાયરના વપરાશને નિયમિત કરવાની કોશિશમાં NGTએ સરકારને આદેશ આપ્યો હતો કે જ્યાં પ્રતિ લીટર પાણીમાં TDS 500 મિલિગ્રામથી ઓછા છે ત્યાં પ્યૂરીફાયરનાં વપરાશ પર રોક લગાવી દેવામાં આવે અને લોકોને મિનરલ્સની ઘટથી પડનારી ખરાબ અસર વિશે માહિતગાક કરવામાં આવે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં એક અધ્યયન મુજબ TDS પ્રતિ લીટર પાણીમાં 300 મિલિગ્રામથી ઓછા હોય તો તે સારૂ માનવામાં આવે છે અને અગર પાણીમાં 900 મિલિગ્રામથી વધારે મિનરલ હોય તો તે ખરાબ માનવામાં આવે છે. અગર 500 મિલિગ્રામથી ઓછું હોય તો RO પ્રણાલી ઉપયોગી નથી, બલકે પાણીમાંથી મહત્વનાં મિનરલ કાઢી નાખે છે અને પાણીમાં જતા રહે છે જે બાદ NGTએ આદેશ આપ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Next Article