J. P. Nadda નો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર શાબ્દિક પ્રહારઃ ક્હ્યુ ગુનેગાર પોતાનો ગુનો ક્યારેય ન કબૂલે

|

Jun 02, 2022 | 8:34 AM

પ્રવર્તન નિર્દેશાલય તરફથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી (Rahul Gandhi ) વિરૂદ્ધ નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) સમન જાહેર કરવામાં આવ્યું છે.  નોંધનીય છે કે  આ કેસ વર્ષ 2015માં બંધ કરવામાં આવ્યો હતો.

J. P. Nadda નો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર શાબ્દિક પ્રહારઃ ક્હ્યુ ગુનેગાર પોતાનો ગુનો ક્યારેય ન કબૂલે
J.P.Nadd

Follow us on

નેશનલ હેરાલ્ડ કેસમાં  ED (Enforcement Directorate) દ્વારા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે દ્વારા સમન જાહેર કરવામાં આવ્યું છે. તેમને નેશનલ હેરાલ્ડ કેસ (National herald Case) અંતર્ગત સમન પાઠવવામાં આવ્યું છે. જે અંગે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે ગુનેગાર ક્યારેય સ્વીકારતો નથી કે તેણે ગુનો કર્યો છે.

EDએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે સમન જાહેર કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. આ આક્ષેપ બાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે કે શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ગુનેગારે ક્યારેય સ્વીકાર્યું હોય કે તે ગુનેગાર છે?

સુરજેવાલાએ સમન મુદ્દે ભાજપ પર તાક્યું નિશાન

હકીકતમાં, નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ જારી કરવામાં આવ્યું છે. આ કેસ 2015માં બંધ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, ‘નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્ર વર્ષ 1942માં શરૂ કરવામાં આવ્યું હતું તે સમયે અંગ્રેજોએ તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ જ કામ મોદી સરકાર પણ કરી રહી છે. સરકાર આ માટે EDનો ઉપયોગ કરી રહી છે. EDએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ પાછવી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જેપી નડ્ડાએ સોનિયા અને રાહુલ ગાંધી પર કર્યા આક્ષેપ

તો બીજી તરફ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે તપાસ એજન્સીના દસ્તાવેજો ગાંધી પરિવારના ગુનાના પુરાવા છે. તેમણે ઉમેર્યું કે જ્યારે ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે, ત્યારે તમે તેને રદ કરવા માટે કોર્ટનો સંપર્ક કરી શકો છો, પરંતુ આ લોકોએ જામીન માંગ્યા હતા. આ જ બાબતથી સાબિત થાય છે કે તેઓ દોષિત છે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ કેસમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને કોર્ટ તેની તપાસ કરી રહી છે.

સોનિયા ગાંધી 8મી જૂને ED સમક્ષ હાજર થશે

બીજી તરફ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સમન હેઠળ 8મી જૂને ED સમક્ષ હાજર થશે. આ દરમિયાન ED દ્વારા ગત દિવસો દરમિયાન કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને પવન બંસલની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અન્ય કોંગ્રેસી નેતાઓની પૂછપરછ કરીને નાણાકીય લેવડદેવડ, યંગ ઈન્ડિયનના પ્રમોટર્સ અને AJLની ભૂમિકા સંબંધિત માહિતી મેળવવા માંગે છે.

 

Next Article