IT Raid in UP: પિયુષ જૈનના કાનપુરનાં સ્થળ બાદ કનૌજથી મળી આવ્યા 19 કરોડ રૂપિયા, DGGIનો દાવો, અત્યાર સુધીની સૌથી મોટી રોકડ મળી આવી

|

Dec 29, 2021 | 8:03 AM

DGGIના એડિશનલ ડાયરેક્ટર ઝાકિર હુસૈને જણાવ્યું કે કાનપુરમાં જે સોનું ઝડપાયું છે તે અલગ છે. અહીં અમે લગભગ 19 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે.

IT Raid in UP: પિયુષ જૈનના કાનપુરનાં સ્થળ બાદ કનૌજથી મળી આવ્યા 19 કરોડ રૂપિયા, DGGIનો દાવો, અત્યાર સુધીની સૌથી મોટી રોકડ મળી આવી
Businessman Piyush Jain Case (File)

Follow us on

IT RAID IN UP: કન્નૌજ(Kannauj)માં પરફ્યુમના વેપારી પીયૂષ જૈન( Businessman Piyush Jain) ના પૈતૃક આવાસ પર પાંચ દિવસથી ચાલી રહેલા દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. આખરે નોટોની ગણતરી પૂર્ણ થયા બાદ મંગળવારે SBIની ટીમ ચુસ્ત સુરક્ષા વચ્ચે ચાર બોક્સમાં અંદાજે 19 કરોડ રૂપિયા લઈને SBI શાખા પહોંચી હતી. જ્યારે ઝડપાયેલું સોનું ડીઆરઆઈને સોંપવામાં આવ્યું છે. DGGIના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ વસૂલાત છે. 

DGGIના એડિશનલ ડાયરેક્ટર ઝાકિર હુસૈને જણાવ્યું કે કન્નૌજમાં બિઝનેસમેન પીયૂષ જૈનના ઘર પર દરોડા પાડીને અમે અમારું ‘પંચનામા’ પૂરું કર્યું છે. જપ્ત કરાયેલું સોનું ડીઆરઆઈને સોંપ્યું. સાથે જ આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હુસૈને કહ્યું કે લગભગ 19 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

કાનપુર બાદ હવે કનૌજમાંથી 19 કરોડની રોકડ મળી

ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ વસૂલાત છે. એડિશનલ ડાયરેક્ટર ઝાકિર હુસૈને સ્પષ્ટ કર્યું હતું કે કાનપુરમાં ઝડપાયેલું સોનું અલગ છે. અહીં (કનૌજ) અમે લગભગ 19 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે. નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં ઈન્કમ ટેક્સ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કાનપુરમાં પરફ્યુમના વેપારીના ઘરેથી લગભગ 257 કરોડ રૂપિયા રોકડ, 25 કિલો સોનું અને 250 કિલો ચાંદી મળી આવી હતી. 

અમિત શાહે ફરી અખિલેશ પર પ્રહારો કર્યા

આ પહેલા ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે સમાજવાદી પાર્ટીના પરફ્યુમના વેપારી પીયૂષ જૈન સાથે સંબંધો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ મંગળવારે હરદોઈની સભામાં કહ્યું હતું કે જ્યારે થોડા દિવસો પહેલા આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા, ત્યારે ભાઈ અખિલેશના પેટમાં તેલ રેડાવાની શરૂઆત થઈ હતી.

Next Article