ચંદ્ર તરફ ભારતની કૂચઃ ચંદ્રયાન-2નું LIVE લોન્ચિંગ જોવા શ્રીહરિકોટા ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

|

Jul 22, 2019 | 6:20 AM

ભારત માટે આજનો દિવસ ઈતિહાસમાં નોંધાશે. ઈસરો દ્વારા અંતરિક્ષમાં ઈતિહાસ રચાવાને માત્ર કલાકોની વાર છે. ઈરસોના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મિશન ચંદ્રયાન-2ના લોન્ચને લઈને આજે સૌ કોઈ ભારતીયના મનમાં ઉત્સાહ છે. બાહુબલી નામના રોકેટનું લોન્ચ બપોરે 2 કલાક અને 43 મિનિટ પર થવાનું છે. આ માટે રવિવાર સાંજના 6 કલાકથી જ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું હતું. ઈસરોના […]

ચંદ્ર તરફ ભારતની કૂચઃ ચંદ્રયાન-2નું LIVE લોન્ચિંગ જોવા શ્રીહરિકોટા ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

Follow us on

ભારત માટે આજનો દિવસ ઈતિહાસમાં નોંધાશે. ઈસરો દ્વારા અંતરિક્ષમાં ઈતિહાસ રચાવાને માત્ર કલાકોની વાર છે. ઈરસોના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મિશન ચંદ્રયાન-2ના લોન્ચને લઈને આજે સૌ કોઈ ભારતીયના મનમાં ઉત્સાહ છે. બાહુબલી નામના રોકેટનું લોન્ચ બપોરે 2 કલાક અને 43 મિનિટ પર થવાનું છે. આ માટે રવિવાર સાંજના 6 કલાકથી જ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું હતું. ઈસરોના પ્રમુખ સિવને કહ્યું કે, મિશન ચંદ્રયાન-2 સંપૂર્ણ રીતે સફળ થવાનું છે. સાથે ચંદ્ર પર રહેલા રહસ્યોને પણ જાણવામાં સફળતા મળશે.

આ પણ વાંચોઃ VIDEO: જયપુરના જેડીએ સર્કલ બાદ મુંબઈના રસ્તા પર ભંયકર રીતે કાર ચાલકે 5 લોકોને કચડ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચંદ્રયાન-2નું લોન્ચિંગ જોવા દેશભરમાંથી હજારો લોકો શ્રીહરિકોટા પહોંચી રહ્યા છે. રોકેટનું લોન્ચિંગ જોવા માટે કુલ 7500 લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ઈસરો દ્વારા જાહેર જનતાને રોકેટ લોન્ચિંગ જોવા માટે મંજૂરી આપી છે. 10 હજાર લોકો એક સાથે લોન્ચિંગ જોઈ શકે તેટલી શ્રમતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article