ISRO આવતીકાલે RiSAT-2BR1 સેટેલાઈટ લોન્ચ કરશે, ભારતની રડાર ઈમેજિંગ તાકાતમાં વધારો થશે

|

Dec 10, 2019 | 6:55 AM

ISRO આવતીકાલે (11 ડિસેમ્બર) બપોરે 3.25 વાગ્યે વધુ એક તાકાતવર ઈમેજિંગ સેટેલાઈટ છોડશે. તેનું નામ છે રીસેટ-2 BR1. આ સેટેલાઈટ અંતરિક્ષમાં તૈનાત થયા પછી ભારતની રડાર ઈમેજિંગની તાકાતમાં ઘણો વધારો થઈ જશે. સાથે જ દુશ્મનો પર નજર રાખવી સરળ બનશે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના […]

ISRO આવતીકાલે RiSAT-2BR1 સેટેલાઈટ લોન્ચ કરશે, ભારતની રડાર ઈમેજિંગ તાકાતમાં વધારો થશે

Follow us on

ISRO આવતીકાલે (11 ડિસેમ્બર) બપોરે 3.25 વાગ્યે વધુ એક તાકાતવર ઈમેજિંગ સેટેલાઈટ છોડશે. તેનું નામ છે રીસેટ-2 BR1. આ સેટેલાઈટ અંતરિક્ષમાં તૈનાત થયા પછી ભારતની રડાર ઈમેજિંગની તાકાતમાં ઘણો વધારો થઈ જશે. સાથે જ દુશ્મનો પર નજર રાખવી સરળ બનશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા દ્વીપ પર સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં આ લોન્ચિંગને લોકોને દેખાડવાની તૈયારીઓ પુરી કરી લીધી છે. લગભગ 5 હજાર લોકો એક સાથે બેસીને રોકેટ લોન્ચિંગ જોઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈસરો RiSAT-2BR1 સેટેલાઈટને PSLV-C48 ક્યૂએલ રોકેટ દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ નંબર 1થી અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવશે. 628 કિલોગ્રામ વજનના આ સેટેલાઈટને પૃથ્વીથી 576 કિલોમીટર ઉપરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ઈસરો PSLV-C48 ક્યૂએલ રોકેટ દ્વારા RiSAT-2BR1 લોન્ચ કરશે. સાથે જ તે અમેરિકાના 6, ઈઝરાયેલ, જાપાન અને ઈટલીના પણ 1-1 સેટેલાઈટનું પ્રક્ષેપણ આ રોકેટથી થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

PSLV-C48 ક્યૂએલ રોકેટના લોન્ચ થવાની લગભગ 21 મિનિટ પછી તમામ 10 ઉપગ્રહ તેમની નિર્ધારિત કક્ષાઓમાં સ્થાપિત થઈ જશે. RiSAT-2BR1 દિવસ અને રાત્રે બંને સમય કામ કરશે. આ માઈક્રોવેવ ફ્રિક્વન્સી પર કામ કરનારૂ સેટેલાઈટ છે. તેથી તેને રડાર ઈમેજિંગ સેટેલાઈટ કહે છે. તે સિવાય આ સેટેલાઈટ કોઈ પણ વાતાવરણમાં કામ કરી શકે છે. સાથે જ વાદળની પાછળથી પણ તસવીરો લઈ શકશે. તેથી દેશની સેનાઓ સિવાય આ સેટેલાઈટ દ્વારા કૃષિ, જંગલ અને અલગ અલગ વિભાગોને પણ મદદ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

26/11 મુંબઈ પર થયેલા આતંકી હુમલા પછી શરૂઆતમાં રીસેટ સેટેલાઈટની ટેક્નોલોજીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે હુમલા પછી આ સેટેલાઈટ દ્વારા સરહદો પર નજર રાખવામાં આવતી હતી. ઘુસણખોરી પર નજર રાખવામાં આવતી હતી, સાથે જ આતંકવિરોધી કામમાં પણ આ સેટેલાઈટ ઉપયોગમાં લેવામાં આવે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:54 am, Tue, 10 December 19

Next Article