ISRO: ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે ખૂશખબર, ISROએ પાંચ દિવસનો ફ્રી ઓનલાઈન કોર્સ જાહેર કર્યો, જાણો કઈ રીતે જોડાશો

|

Jul 09, 2021 | 4:47 PM

ISROએ પર્યાવરણના અભ્યાસ માટે ઉપયોગી રીમોટ સેન્સિંગ એન્ડ GIS નામથી ઓનલાઈન પ્રોગ્રામ જાહેર કર્યો છે. જેમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.આ પાંચ દિવસના કોર્સ માટે હાલ વિદ્યાર્થીઓ પાસેથી અરજી મગાવવામાં આવી છે.

ISRO: ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે ખૂશખબર, ISROએ પાંચ દિવસનો ફ્રી ઓનલાઈન કોર્સ જાહેર કર્યો, જાણો કઈ રીતે જોડાશો
ISRO Recruitment 2021

Follow us on

ISRO: ધોરણ 10,11અને  12ના વિદ્યાર્થીઓ માટે ISRO(Indian Space Research Organization) એ  ફ્રી ઓનલાઈન કોર્સ શરુ કર્યો છે. આ કોર્સમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ 20 જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરી શકશે. ઉપરાંત આ કોર્ષનો સમય પાંચ દિવસનો રહેશે.

ISROએ પર્યાવરણના અભ્યાસ માટે ઉપયોગી રીમોટ સેન્સિંગ એન્ડ GIS (Geographic information system)નામના પાંચ દિવસના કોર્સ માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ કોર્સ માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ નક્કી કરવામાં આવી છે.

રીમોટ સેન્સિંગ એન્ડ GIS પ્રોગ્રામનો મુખ્ય હેતુ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રીમોટ સેન્સિંગ ટેક્નોલોજીની સાથે પૃથ્વી અને તેના પર્યાવરણના અભ્યાસ વિશે જાગૃત કરવાનો છે. સેટેલાઈટ ડેટા અને ઈમેજ પ્રોસેસિંગના(Processing)આધારે વિદ્યાર્થીઓને પર્યાવરણની(Environment) નાનામાં નાની વસ્તુ સમજવામાં વધુ મદદ મળશે.

પર્યાવરણએ જીવન સહાયક સિસ્ટમ છે. પરંતુ, કુદરતી સંસાધનો અને પર્યાવરણનું અતિશય શોષણ થવાને કારણે પ્રદૂષણમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પર્યાવરણના અભ્યાસ માટે રિમોટ સેન્સિંગ ડેટા(Remote sensing data) અને ભૌગોલિક મોનિટર સાથે ઇન્ફર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે. કુદરતી આફતો ઉપરાંત કુદરતી સંસાધનો અને પર્યાવરણીય પ્રદૂષણ માટે પણ રિમોટ સેન્સિંગ અને GIS મોડેલ (Model)ખુબ ઉપયોગી છે.

 ઓનલાઈન પ્રોગ્રામનો સમય

આ કોર્સ માટે ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આ કોર્સ આગામી 26થી 30 જુલાઈ સુધીમાં યોજાશે. ઉપરાંત, આ કોર્સ માટેના લેકચર IIRSની યુટ્યુબ ચેનલ પર લાઈવ દેખાડવામાં આવશે. અને રોજ 45 મિનિટના બે ઓનલાઈન લેક્ચર(Online Lecture)  રહેશે. જેમાં એક સવારે 10 વાગ્યે અને બીજો લેક્ચર બપોરે 12 વાગ્યે લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહિ.

વિદ્યાર્થીઓ પ્રશ્રોના જવાબ પણ મેળવી શકશે

આ કોર્સમાં લેકચર દરમિયાન સ્ટુડન્ટ ચેટ બોક્સમાં(Chat Box) પ્રશ્નો પણ પૂછી શકે છે. જેમાં લેક્ચર પૂરો થાય એટલે પાંચ મિનિટ પછી વિદ્યાર્થીઓ તેમના પ્રશ્નોના જવાબ પણ મેળવી શકશે. જો કોઈ વિદ્યાર્થી લાઈવ સેશનમાં સામેલ નહીં થઈ શકે તો તેઓ IIRS લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ પર અપલોડ રેકોર્ડેડ લેક્ચર(Recorded Lecture) અટેન્ડ કરી શકે છે. અને રોજ 3 વાગ્યાની આસપાસ વિડીયો અપલોડ થઈ જશે.

મહત્વપૂર્ણ છે કે,ISRO દ્વારા જાહેર કરાયેલા આ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓને પર્યાવરણના અભ્યાસ માટે ઉપયોગી રિમોટ સેન્સિંગ અને GISની સિસ્ટમની વધારે સમજ મળશે.

કોર્ષની વિશેની વિગતો

 આ કોર્ષની તમામ વિગત જાણવા માટે અહિંયા ક્લિક કરો

 

 

આ પણ વાંચો : કાર્યભાર સંભાળતા જ એક્શનમાં નવા રેલવે મંત્રી, Ashwini Vaishnaw એ સ્ટાફને લઈને લીધો મોટો નિર્ણય

 

 

Published On - 4:46 pm, Fri, 9 July 21

Next Article