Israel Embassy Blast : NIA એ બે શકમંદોના ફોટો જાહેર કર્યા, માહિતી આપનારને લાખોનું ઇનામ

|

Jun 15, 2021 | 10:29 PM

Israel Embassy Blast : 29 જાન્યુઆરીના રોજ સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં ઇઝરાયેલ દુતાવાસ બહાર IED બ્લાસ્ટ થયો હતો. ઈઝરાયેલે આ ઘટનાને આતંકી ઘટના ગણાવી હતી.

Israel Embassy Blast : NIA એ બે શકમંદોના ફોટો જાહેર કર્યા, માહિતી આપનારને લાખોનું ઇનામ
NIA એ બે શકમંદોના ફોટો જાહેર કર્યા

Follow us on

Israel Embassy Blast : 29 જાન્યુઆરીના રોજ સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં ઇઝરાયેલ દુતાવાસ બહાર IED બ્લાસ્ટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. NIA એ આ બ્લાસ્ટમાં સંડોવાયેલા બે શકમંદોના ફોટો જાહેર કર્યા છે. આ સાથે જ માહિતી આપનારને લાખોનું ઇનામ પણ જાહેર કર્યું છે.

માહિતી આપનારને NIA આપશે 10 લાખનું ઇનામ
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જાન્યુઆરીમાં ઇઝરાઇલી દૂતાવાસની બહાર થયેલા IED બ્લાસ્ટને લગતા કેટલાક વીડિયો અને ફોટા જાહેર કર્યા છે. આ ફોટો અને વિડીયોમાં 2 શકમંદો દૂતાવાસની બહાર વિસ્ફોટો કરતા જોવા મળે છે. આરોપ છે કે વીડિયો અને ફોટોમાં દેખાતા આ બંને લોકો એ ઇઝરાઇલી દૂતાવાસની બહાર બોમ્બ લગાવ્યો હતો. આ બંને વિશે માહિતી આપનાર વ્યક્તિને એનઆઈએ એ 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

NIA એ ટ્વીટ કરી માહિતી માંગી
એનઆઈએ એ બે ટ્વીટ કરી આ બંને શકમંદોની માહિતી માંગી છે. એક ટ્વીટમાં એનઆઈએ એ લખ્યું છે- “એનઆઇએ ઈન્ડિયા નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટના કેસ NIA Case RC-02/2021/NIA/DLI ના સંદર્ભમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા બંને શકમંદોને ઓળખવામાં મદદ માટે માહિતી શોધી રહી છે.”

બીજી ટ્વીટમાં એનઆઈએ એ કહ્યું, “આ વ્યક્તિઓની ઓળખ અને ધરપકડ તરફ દોરી જાય તેવી માહિતી પ્રદાન કરવા માટે 10 લાખ રૂપિયાનું રોકડ ઇનામ (દરેક માટે) આપવામાં આવશે. જો તમે કોઈને ઓળખતા હો તો do.nia@gov.in, info.nia@gov.in અથવા 011-24368800 અને 9654447345 પર જાણકારી આપો.”

આ સાથે એનઆઈએ આરોપીના વીડિયો અને ફોટા માટે ગૂગલ ડ્રાઇવની લિંક પણ શેર કરી છે.નોંધપાત્ર વાત એ છે કે, આઈઆઈડી બ્લાસ્ટ 29 જાન્યુઆરી 2021 ની સાંજે દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની બહાર થયો હતો. જોકે, તેમાં કોઈ જાનહાની થઈ નથી.આ બ્લાસ્ટની તપાસ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, ક્રાઈમબ્રાંચ અને એનઆઈએ ની ટીમ કરી રહી છે.

Published On - 10:14 pm, Tue, 15 June 21

Next Article