અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનના (Taliban) શાસન બાદથી ઈસ્લામિક સ્ટેટ (IS) નો પ્રભાવ ઓછો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ હવે તે તેનું સ્વરૂપ બદલીને પાકિસ્તાનમાં (Pakistan) ફેલાઈ રહ્યું છે. લગભગ આઠ વર્ષ પહેલાં પૂર્વી અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટે એક ગામ પર હુમલો કર્યો ત્યારે બશીર એક યુવાન તાલિબાન લડવૈયા હતો. તે સમયે, IS ના આતંકવાદીઓએ ઘણા તાલિબાન લડવૈયાઓને મારી નાખ્યા હતા, જેમાંથી ઘણાના માથા કાપી નાખવામાં આવ્યા હતા અને તેમના પરિવારોને ભયાનકતા જોવાની ફરજ પાડી હતી.
બશીર તે હુમલામાં બચી ગયો હતો અને આજે તે પૂર્વ અફઘાનિસ્તાનમાં તાલિબાનના ગુપ્તચર વડા એન્જિનિયર બશીર તરીકે ઓળખાય છે. બશીરે જલાલાબાદમાં તેના મુખ્યમથક ખાતે એસોસિએટેડ પ્રેસ (એપી) ને આપેલી તાજેતરની મુલાકાતમાં જણાવ્યું હતું કે, “હું તેમની નિર્દયતાને શબ્દોમાં વર્ણવી શકતો નથી,” સૌથી ખરાબ વસ્તુ જે તમારા મગજમાં આવી શકે છે, તેનાથી પણ ખરાબ તેમણે કર્યું હતુ. તાલિબાને આઠ મહિના પહેલા અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યા બાદથી IS જૂથને દબાવવાનો દાવો કર્યો છે, પરંતુ IS જૂથના આતંકવાદીઓએ પાડોશી દેશ પાકિસ્તાનમાં પગ પેસારો કર્યો છે અને ત્યાં હુમલામાં વધારો કર્યો છે.
વિશ્લેષકો કહે છે કે IS હવે સરહદ વિનાના આતંકવાદી સંગઠનમાં પરિવર્તિત થઈ ગયું છે. જે આ પ્રદેશના ઘણા હિંસક અને કટ્ટરપંથી સંગઠનો કરતાં વધુ ઘાતક છે. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં તેની બર્બરતા સ્પષ્ટ છે. પાકિસ્તાનમાં થોડા અઠવાડિયા પહેલા શુક્રવારની નમાજ દરમિયાન ભીડભાડવાળી શિયા મસ્જિદ પર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 60થી વધુ લોકોના મોત થયા હતા.
ISIS-ખોરાસાન સાથે જોડાયેલા એક આત્મઘાતી બોમ્બરે ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં કિસ્સા ખ્વાની માર્કેટમાં એક મસ્જિદની અંદર વિસ્ફોટ કર્યો હતો. આ હુમલાએ પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલામાં વધારો થવા અંગે પાકિસ્તાનીઓની ચિંતા વધારી દીધી છે. પાકિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓ પર નજર રાખતી સ્વતંત્ર થિંક-ટેંક, પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઑફ પીસ સ્ટડીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અમીર રાણાએ જણાવ્યું હતું કે હુમલાઓની સંખ્યા ગયા વર્ષે વધવા લાગી હતી અને હજુ પણ વધી રહી છે. આ વર્ષે માર્ચ મહિનાના અંત સુધીમાં આતંકવાદીઓએ 52 હુમલાઓ કર્યા છે. ગત વર્ષના સમાન સમયગાળામાં પાકિસ્તાનની સંખ્યા 35 હતી. હુમલાઓ પહેલા કરતા વધુ ઘાતક બની ગયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં આ હુમલાઓમાં 155 લોકોના મોત થયા છે જ્યારે ગયા વર્ષે 68 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
Published On - 4:32 pm, Mon, 11 April 22