30 સપ્ટેમ્બર પછી ATM માંથી 500 રૂપિયાની નોટ નહીં મળે ? જાણો RBIનું સત્તાવાર નિવેદન

500 રૂપિયાની નોટને લઈને ખાસ સમાચાર બહાર આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ બેંકોને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં ATMમાંથી 500 રૂપિયાની નોટોનું વિતરણ (Disburse) ન કરવા માટે કહેલું હોવાનું જણાવાયું છે.

30 સપ્ટેમ્બર પછી ATM માંથી 500 રૂપિયાની નોટ નહીં મળે ? જાણો RBIનું સત્તાવાર નિવેદન
| Updated on: Jul 15, 2025 | 7:11 PM

સોશિયલ મીડિયા પર વારંવાર એવી પોસ્ટ વાયરલ થઈ રહી છે કે, RBI 500 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. હવે એવા સમાચાર ફેલાઈ રહ્યા છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ દેશભરની બેંકોને સપ્ટેમ્બર 2025 સુધીમાં ATM માંથી 500 રૂપિયાની નોટોનું વિતરણ બંધ કરવા કહ્યું છે.

વોટ્સએપ પર ‘ખોટી’ માહિતી ફેલાઈ રહી છે?

એક સોશિયલ મીડિયા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI)એ તમામ બેંકોને આદેશ આપ્યો છે કે તેઓ 30 સપ્ટેમ્બર 2025 સુધી દેશમાં આવેલી તમામ એટીએમમાંથી 500 રૂપિયાની નોટોનું વિતરણ (Disburse) ન કરે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા આ ખોટા મેસેજમાં લખવામાં આવ્યું છે કે, RBIએ તમામ બેંકોને 30 સપ્ટેમ્બર 2025 સુધી એટીએમમાંથી 500 રૂપિયાની નોટો ન કાઢવા માટે જણાવ્યું છે. અત્રે એ પણ કહેવાયું છે કે, આગળથી એટીએમમાંથી ફક્ત 200 રૂપિયા અને 100 રૂપિયાની નોટો જ નીકળશે. આથી હવે તમારી પાસે રહેલી 500 રૂપિયાની નોટો કાઢવાનું શરૂ કરી દો.

સરકારની સ્પષ્ટતા

આ દરમિયાન સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, દેશની કેન્દ્રિય બેંક (RBI) દ્વારા બેંકોને આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી અને 500 રૂપિયાની નોટ હજુ પણ RBI દ્વારા સમર્થિત વૈધ કરન્સી (Legal Tender) તરીકે માન્ય રહેશે.


PIB ફેક્ટ ચેક પ્લેટફોર્મ દ્વારા X (ટ્વિટર) પર કરવામાં આવેલા એક પોસ્ટ અનુસાર RBI તરફથી આવો કોઈ નિર્દેશ જારી કરવામાં આવ્યો નથી એટલે કે 500 રૂપિયાની નોટ સંપૂર્ણપણે માન્ય છે અને ચલણમાં પણ રહેશે.

સરકાર સંબંધિત કોઈ પણ ભ્રામક ખબર વિશે ફરિયાદ ક્યાં કરવી?

તમે સરકારને લગતી કોઈ પણ ભ્રામક માહિતી જાણવા માટે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ફેક્ટ ચેકની મદદ લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ PIB ફેક્ટ ચેકને ભ્રામક સમાચારનો સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 8799711259 પર મોકલી શકે છે. વધુમાં factcheck@pib.gov.in પર ઈમેઈલ કરી શકે છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો