IRCTCનું Mata Vaishno Devi with Jannat-E-Kashmir ટુર પેકેજ પસંદ કરી રહ્યા છે લોકો, જાણો સંપૂર્ણ વિગતો

|

Mar 05, 2021 | 12:06 PM

કાશ્મીર પર્યટક સ્થળ માટે વિશ્વભરમાં લોકપ્રિય છે. જણાવી દઈએ કે આ સ્થળ હંમેશાં પર્યટન માટે જાણીતું રહ્યું છે. કાશ્મીરને સ્વર્ગ કહેવામાં આવે છે.

IRCTCનું Mata Vaishno Devi with Jannat-E-Kashmir ટુર પેકેજ પસંદ કરી રહ્યા છે લોકો, જાણો સંપૂર્ણ વિગતો
IRCTC Jannat E Kashmir

Follow us on

IRCTC “Paradise on Earth” એટલે કે ધરતી પરનુ સ્વર્ગ કાશ્મીર માટે ટૂર પેકેજ આપી રહ્યું છે જે કાશ્મીરની સુંદર ટેકરીઓ અને ખીણોને આવરી લેશે. Vaishno Deviના મંદિરની મુલાકાત લેતી વખતે આ ટૂર પેકેજ સિવાય, ગુલમર્ગના મોહક મેદાનો, સોનમર્ગના આકર્ષક ગ્લેશિયરો અને પહેલગામની આકર્ષક ખીણ અને કટરાની દિવ્યતાનો પણ અનુભવ કરી શકો છો.

કાશ્મીર પર્યટક સ્થળ માટે વિશ્વભરમાં લોકપ્રિય છે. જણાવી દઈએ કે આ સ્થળ હંમેશાં પર્યટન માટે જાણીતું રહ્યું છે. કાશ્મીરને સ્વર્ગ કહેવામાં આવે છે. લોકો અવારનવાર રજાઓ મનાવવા અહીં આવે છે. કાશ્મીરને વિશ્વની સૌથી સુંદર જગ્યા માનવામાં આવે છે. કાશ્મીરમાં ઘણી ભાષાઓ બોલાય છે જેમ કે ઉર્દૂ, કાશ્મીરી, ડોગરી અને પહારી વગેરે. શ્રીનગરને ઉનાળાની રાજધાની અને જમ્મુને શિયાળાની રાજધાની માનવામાં આવે છે. કલા પ્રેમીઓ માટે ઘણા સંગ્રહાલયો છે, જેમાં અનેક પ્રકારની વસ્તુઓ સાચવવામાં આવી છે, જેમ કે અમર મહેલ મ્યુઝિયમ. ધાર્મિક અને તીર્થ સ્થળોની જો વાત કરવામાં આવે તો વૈષ્ણો દેવી, દરગાહ ગરીબ શાહ અને બહુ મંદિર જેવા ઘણા પ્રચલિત સ્થળો કાશ્મીરમાં આવ્યા છે.

પેકેજ ડિટેલ
પેકેજ નામ – MATA VAISHNO DEVI WITH JANNAT-E-KASHMIR
આ સ્થળોને આવરી લેવામાં આવશે – જમ્મુ-કાશ્મીર
કેટલા દિવસો – 7 રાત / 8 દિવસ
પ્રસ્થાન – દરરોજ
પેકેજ ટેરિફ – ક્લાસ – કમ્ફર્ટ – ઓક્યુપેન્સિ
સિંગલ – 17850 / –
ડબલ – 17720 / –
ટ્રિપલ – 14760 / –
બાળક બેડ સાથે (5-11 વર્ષ) – 6565 / –
બાળક બેડ વગર (5-11 વર્ષ) 4425 / –
ટુર ઇટીનેરરી
જમ્મુ-કટરા-શ્રી નગર-ગુલમર્ગ-સોનમર્ગ- પહેલગામ
પ્રથમ દિવસ – જમ્મુ – કટરા
બીજો દિવસ – કટરા – વૈષ્ણો દેવી – કટરા
ત્રીજો દિવસ – કટરા – શ્રી નગર
ચોથો દિવસ – શ્રી નગર
પાંચમો દિવસ – શ્રી નગર-ગુલમર્ગ – શ્રી નગર
છઠ્ઠો દિવસ – શ્રી નગર-સોનામર્ગ-શ્રી નગર
સાતમમો દિવસ – શ્રી નગર – પહેલગામ
આઠમો દિવસ – પહેલગામ – શ્રી નગર

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

કેન્સિલેશન પોલિસી

1. 15 દિવસથી વધુ સમય પર વ્યક્તિ દીઠ 250 રૂપિયાની કપાત.

2. પેકેજના 8થી14 દિવસમાં 25 ટકા ખર્ચની કપાત થશે.

3. 4 થી 7 દિવસમાં 50 ટકા ખર્ચ કાપવામાં આવશે.

4. 4 દિવસથી ઓછા સમયમાં દરમ્યાન કોઈ પણ પ્રકારનું વળતર નહીં મળી શકે

નોંઘ : આ લેખમાં આપેલી વિગતો સામાન્ય માહિતીઓના આધારે આપવામાં આવી છે. કોઈ પણ ટુર પેકેજ બુક કરતાં પહેલા IRCTCની અધિકૃત સાઇટમાં આપેલી માહિતીનો સંપૂર્ણ અભ્યાસ કરીને જ યોગ્ય નિર્ણય લેવાની સલાહ છે.

આ પણ વાંચો : “યાત્રી કૃપીયા ધ્યાન દે” : Railway સ્ટેશન પર WiFi માટે ચૂકવવા પડશે પૈસા, જાણો શું છે પ્લાન

Next Article