IPS અજય પાલ શર્માએ બળાત્કાર અને હત્યાના આરોપીને મારી ગોળી, સોશિયલ મીડિયામાં લોકોએ બિરદાવ્યા

|

Jun 23, 2019 | 3:29 PM

7મેના રોજ ગુમ થયેલી 6 વર્ષની બાળકીની લાશ સવા મહિના બાદ પોલીસને સળગાવેલી હાલતમાં મળી આવી. આ ઘટનાને લઈને સમાજમાં રોષની લાગણી અને હડકંપ મચી ગયો હતો. ઉત્તરપ્રદેશ રામપુરના એસપી અજય પાલ શર્માએ તરત જ આ મામલાની ગંભીરતાથી લઈને કમાન સંભાળી અને એક ટીમ બનાવી. थाना सिविल लाइन क्षेत्र में हुई पुलिस मुठभेड़ के संबंध […]

IPS અજય પાલ શર્માએ બળાત્કાર અને હત્યાના આરોપીને મારી ગોળી, સોશિયલ મીડિયામાં લોકોએ બિરદાવ્યા

Follow us on

7મેના રોજ ગુમ થયેલી 6 વર્ષની બાળકીની લાશ સવા મહિના બાદ પોલીસને સળગાવેલી હાલતમાં મળી આવી. આ ઘટનાને લઈને સમાજમાં રોષની લાગણી અને હડકંપ મચી ગયો હતો. ઉત્તરપ્રદેશ રામપુરના એસપી અજય પાલ શર્માએ તરત જ આ મામલાની ગંભીરતાથી લઈને કમાન સંભાળી અને એક ટીમ બનાવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મોડી રાત્રે આ હત્યાને અંજામ આપનારા આરોપીઓની સાથે પોલીસ અથડામણ થઈ હતી. આ અથડામણમાં બદમાશને પગમાં ગોળી વાગી હતી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં રામપુર એસપી અજય પાલ શર્માના ભારોભાર વખાણ થઈ રહ્યાં છે.

આ પણ વાંચો:  પશ્ચિમ બંગાળમાં હિંસાને લઈને ભાજપ ફરી એક્શનમાં, હવે આ રીતે કરશે વિરોધ

https://twitter.com/VikasSi11853884/status/1142784030389047296


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

6 વર્ષની બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેણીની ઓળખાણ ન થાય તે માટે હત્યા કરીને લાશને સળગાવી દેવાઈ હતી. આ ઘટનાના આરોપીને પોલીસ શોધી રહી હતી અને જ્યારે પોલીસે આરોપીને પકડવા પહોંચી ત્યારે આરોપીએ પોલીસ પર ફાયરિંગ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ફાયરીંગ કર્યું. આ ફાયરીંગમાં આરોપીના પગમાં બે ગોળી વાગી અને તે ઘાયલ થઈ ગયો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હાલ આ દુષ્કર્મ અને હત્યાના આરોપી નાઝિરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના ઉપચાર બાદ પોલીસ વિભાગ વધારે પૂછપરછ કરશે. આમ પોલીસની ટીમ પર ફાયરીંગ કરતાં રામપુર એસપી અજય પાલની ટીમે પણ જવાબી કાર્યવાહી કરીને ગોળીઓ ચલાવી હતી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં એસપી અજય પાલ શર્માના ભારોભાર વખાણ થઈ રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article