
IPL ની દરેક સિઝનમાં કંઈકને કંઈક નવુ જરૂર જોવા મળે છે. આ સિઝનમાં પણ કંઈક એવુ જ જોવા મળ્યુ છે. IPL 2025માં એક રોબોટિક ડોગ એ દુનિયાભરના IPL રસિકોનું ધ્યાન ખેંચ્યુ છે. ક્યારેક આ ડોગ સુનિલ ગાવસ્કર સાથે કળાબાજી કરતો જોવા મળે છે. તો ક્યારેક MS ધોની સાથે જોવા મળે છે. BCCI અને IPL એ આ ડોગનું નામ ચંપક રાખ્યુ છે. પરંતુ આ જ ‘ચંપક’ નામને કારણે મોટો બખેડો થઈ ગયો છે અને BCCI અને IPL ને કોર્ટમાં જવુ પડ્યુ છે. આપને જણાવી દઈએ કે તેનુ કારણ છે ચંપક મેરેઝિન. યસ આ એજ મેગેઝિન છે જે વાંચીને 90sની આખી એક જનરેશન મોટી થઈ છે. 90sની જનરેશનની ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે આ ચંપક કોમિક્સ (મેગેઝિન) વિશે ન જાણતી હોય. તો ચાલો સમજીએ કે ચંપક BCCI- IPL સામે શા માટે કોર્ટમાં ગયુ છે. શામાંથી આ આખો બખેડો ઉભો થયો છે? શેમાંથી થયો વિવાદ? IPL-2025માં BCCI એ 20 એપ્રિલે આ રોબો ડોગને...
Published On - 8:51 pm, Fri, 2 May 25