International Yoga Day 2025: વિશાખાપટનમમાં 3 લાખથી વધુ લોકો સાથે PM મોદીએ યોગ કર્યા, 40 દેશોના રાજનેતાઓ પણ જોડાયા

શનિવારે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો, જ્યાં વડાપ્રધાન મોદી વિશાખાપટ્ટણમમાં 3 લાખથી વધુ લોકો સાથે યોગ કર્યા. તેમણે યોગને જોડાણનું પ્રતીક ગણાવ્યું અને વિશ્વના સમર્થનની પ્રશંસા કરી. આંધ્રપ્રદેશે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો અને 'યોગ આંધ્ર' અભિયાન શરૂ કર્યું.

International Yoga Day 2025: વિશાખાપટનમમાં 3 લાખથી વધુ લોકો સાથે PM મોદીએ યોગ કર્યા, 40 દેશોના રાજનેતાઓ પણ જોડાયા
| Updated on: Jun 21, 2025 | 8:01 AM

શનિવારે સમગ્ર વિશ્વમાં 11મો યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાખાપટનમમાં 3 લાખથી વધુ લોકો અને 40 દેશોના રાજનેતાઓ સાથે યોગ કરી રહ્યા છે.

આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, “યોગનો અર્થ છે – જોડાણ. આજે સમગ્ર વિશ્વ કેવી રીતે યોગ દ્વારા જોડાઈ ગયું છે તે જોઈને આનંદ થાય છે.”

PMમોદીએ જણાવ્યું કે, “જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મંજૂરી આપવાનો પ્રસ્તાવ રખ્યો હતો, ત્યારે ટૂંકા સમયમાં વિશ્વના 175 દેશોએ ભારતના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.”

PM એ આ દરમ્યાન ઉમેર્યું કે, “આજેની દુનિયામાં એવી એકતા અને સમર્થન સામાન્ય બાબત નથી. આ માત્ર એક પ્રસ્તાવ માટેનું સમર્થન નહોતું, પણ માનવજાતના હિત માટે આખી દુનિયાનું સામૂહિક પ્રયત્ન હતું.”

તેમણે વધુમાં કહ્યું કે, “આજની અશાંત અને અસ્થિર વિશ્વમાં યોગ શાંતિ તરફનો રસ્તો બતાવે છે.”

આ પ્રસંગે પીએમ મોદીના સાથે મંચ પર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ પણ યોગ કરતાં નજરે પડશે. આ વર્ષની યોગ દિવસની થીમ છે: ‘એક પૃથ્વી, એક આરોગ્ય માટે યોગ’.

આ કાર્યક્રમ દેશભરના 1 લાખથી વધુ સ્થળોએ યોજાનારા ‘યોગ સંગમ’નો પણ ભાગ રહેશે, જેમાં 2 કરોડથી વધુ લોકોના જોડાવાની આશા છે.

આંધ્ર પ્રદેશ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા તજવીજમાં

આ સાથે, આંધ્ર પ્રદેશ સરકાર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા તૈયારી કરી રહી છે. કાર્યક્રમ દરમિયાન 50 લાખથી વધુ યોગ પ્રમાણપત્રો પણ વિતરણ કરવામાં આવશે.

આંધ્ર સરકાર દ્વારા ‘યોગ આંધ્ર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેનો હેતુ રાજ્યમાં દરરોજ યોગ કરવાની 10 લાખ લોકોની સમુદાય ઊભી કરવાનું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) મુજબ, 191 દેશોમાં 1,300થી વધુ સ્થળોએ 2,000થી વધુ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

 

Published On - 7:56 am, Sat, 21 June 25