
15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી બોલતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1960માં જવાહરલાલ નહેરુ દ્વારા પાકિસ્તાન સાથે કરાયેલી સિંધુ જળ સંધિ Indus Water Treaty (IWT) ને અન્યાયી અને એકતરફી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ સંધિથી ભારતના ખેડૂતોને અકલ્પનીય નુકસાન થયું છે. પરંતુ શું તમે જાણો છો કે 1960માં જ્યારે આ મુદ્દો સંસદમાં ચર્ચા માટે આવ્યો ત્યારે શું થયું હતુ? મોટાભાગના સાંસદો, ત્યાં સુધી કે કોંગ્રેસીઓએ પણ આ સંધિની ટીકા કરી હતી. પરંતુ તેમની વાતોને તત્કાલિન સત્તાધીશો દ્વારા ધ્યાનમાં લેવામાં આવી નહીં. 30 નવેમ્બર 1960 ના રોજ લોકસભામાં સિંધુ જળ સંધિ પર ચર્ચા એક નામાંકિત મીડિયા હાઉસ દ્વારા સંસદમાં એ દિવસની ચર્ચાના રેકોર્ડને વાંચવા માટે સંસદના આર્કાઇવ્સમાં શોધકામ કરવામાં આવ્યો. 30 નવેમ્બર 1960 ના રોજ, લોકસભામાં સિંધુ જળ સંધિ પર ચર્ચા શરૂ થઈ. આ ચર્ચા ટૂંકી પરંતુ ઘણી તીવ્ર હતી. તેનાથી જવાહરલાલ નહેરુની સરકાર, જેમણે આ સંધિને વ્યવહારિક રાજનેતા હોવાનું પ્રમાણ ગણાવ્યુ અને કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના સાંસદો જેમા કોંગ્રેસી સાંસદો પણ...
Published On - 7:53 pm, Tue, 19 August 25